Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

દિલ્હીના બિઝનેસમેનના નામે રૂમ બૂક કરાવી મોજ માણતા પતિને રંગેહાથ ઝડપી પોલીસ પણ બોલાવી !

બે સંતાનોના પિતાને કબુધ્ધિ સૂઝી અને પત્નિએ શાન ઠેકાણે લાવી દીધી ! : ૧ાા લાખનો પગાર - રંગીન મિજાજ અને હવે પત્નિ ગમતી ન હોય પિયરભેગી કરી દીધેલ ? પણ પત્નિએ બરાબર પીછો કર્યો

રાજકોટ તા. ૩૦ : પતિ પત્ની ઓર વો ફિલ્મ જેવો કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત કન્ટ્રી ઈન હોટેલમાં બન્યો હતો. આ બનાવની વિગત મુજબ વ સ્ત્રાપુરમાં સુરધારા સર્કલ નજીક આવેલી જાણીતી હોટેલમાં દિલ્હીથી આવેલો એક બિઝનેસમેન રોકાયો હતો. દરમિયાન ૨૯ જુલાઈના રોજ સવારે રાણીપમાં રહેતો તેનો મિત્ર મનાતો એક યુવક અને એક યુવતી આ હોટેલમાં આવ્યા હતા અને દિલ્હીથી આવેલા બિઝનેસમેનના રૂમમાં ગયા હતા.

દરમિયાન આ યુવકની પત્ની બપોરે હોટેલ પર આવી પહોંચી હતી અને પોતાના પતિને યુવતી સાથે જોઈને ભારે હોબાળો મચાવ્યો હતો. હોબાળાને પગલે હોટેલની બહાર પણ લોકોનું ટોળુ એકઠુ થઈ ગયું હતું. યુવતી સાથે પતિને જોઈને પત્ની ભારે ગુસ્સામાં હતી. તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બાદમાં પતિ પત્નીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

એસ.જી.હાઈવે પર આવેલી એક ખાનગી કંપનીમાં અંદાજે દોઢ લાખનો પગાર ધરાવતા અને રંગીન મિજાજ ધરાવતા ૩૬ વર્ષના આ યુવકને પત્ની સાથે મનદુખ હતું. જેને પગલે પત્ની તેના બે બાળકો સાથે પિયરમાં રહેવા ચાલી ગઈ હતી.

જોકે પતિના મિજાજથી વાકેફ પત્ની તેની પર નજર રાખી રહી હતી. જેમાં આજે પત્નીએ પતિનો પીછો કરીને અંતે હોટેલમાં યુવતી સાથે ઝડપી લીધો હતો. પતિના કરતુતોથી પરેશાન મહિલા વ્યભિચારની ફરિયાદ નોંધાવવા તૈયાર થઈ ગઈ હતી. જોકે પોલીસે બન્નેને સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

હોટેલમાં ભારે હોબાળો મચી જવા છતા શરૂઆતમાં હોટેેલના સત્તાવાળાઓએ ચુપકીદી સાધી હતી. હોટેલના રિશેપ્શન પર પુછવામાં આવતા તેમણે કંઈં જ બન્યું ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં મેનેજરને બોલાવવામાં આવતા તેણે હાલ પોલીસ પુછપરછ કરી રહી હોવાનું કહ્યું હતું. તે સિવાય દિલ્હીના બિઝનેસમેને પોતાના નામે એક રૂમ બુક કરાવ્યો હોવાનું અને બાદમાં આ બિઝનેસમેનના ઓળખીતા યુવક અને યુવતી હોટેલમાં તેમને મળવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.(૨૧.૧૭)

(4:08 pm IST)