Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજકોટ રેલ્વેના સફાઈ કર્મચારીઓને રાશન કીટ વિતરણ

રાજકોટઃ. સાંપ્રત કોરોના મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદોને ઘર ચલાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી આવશ્યક ચીજવસ્તુઓ રેલ્વે અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા સતત વિતરીત કરવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. આ અંતર્ગત અર્હમ ગ્રુપ દ્વારા રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર કામ કરતા સફાઈ કર્મચારીઓને લોટ, મગદાળ, તુવેરદાળ, તેલ-ગોળ, મમરા, પૌવા, બેસન, હળદર, મરચુ સાથેની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

(4:59 pm IST)