Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોના વાયરસનો કહેર યથાવત: માધાપર ગામમાં પ્રથમ કેસ નોંધાયો

મોરબી રોડ વિસ્તારમાં આવેલ ગોલ્ડન પોર્ટીકો એપાર્ટમેન્ટમાં રહેતા 24 વર્ષીય યુવાનને કોરોના સંક્રમિત:શહેર અને જીલ્લાનાં કુલ 114 દર્દીઓ થયા

રાજકોટ: શહેરની ભાગોળે માધાપર ગામ  વિસ્તારમાં મોરબી રોડ પર આવેલ ગોલ્ડન  પોર્ટીકો એપાર્ટમેન્ટમાં રહેતા  સવન વાઘેલા (ઉ.વ-24) ને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે.પોઝિટિવ આવનાર દર્દી હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

તંત્ર દ્વારા 38 ફ્લેટના રહેવાસીઓ ને કવોરન્ટેન કરવામાં આવ્યા છે. આજે રાજકોટ ગ્રામ્ય માં આ એક કેસ નોંધાતા શહેરા ને જિલ્લાનો કુલ આંકડો 114 થયા છે.

(10:52 am IST)