Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

રાજકોટમાં ત્રીજું નહીં પણ બીજું મૃત્યુ : શહેરમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો : જંગલેશ્વરના મુસ્તાકભાઈ કાદરી (ઉ.વ.૫૩)નું ક્રાઈસ્ટ હોસ્પિટલમાં મોત : રાજકોટમાં કોરોનાનો મૃત્યુઆંક ર થયો : રાજકોટના કુલ કોરોનાના કેસ 83 થયા : 76ને રજા અપાઈ

બે દિવસ અગાઉ પણ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં મુંબઈના દિલીપભાઈ સંઘાણીનું કોરોનાથી મૃત્યુ થયુ હતુ : આ મૃત્યુ મુંબઈમાં નોંધાયુ

શહેરમાં કોરોના હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં રહેતા અને ૨૭ મેએ જેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તે મુસ્તાકભાઈ કાદરી (ઉ.વ.૫૩)નું આજે ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યુ હતું : શહેરમાં કોરોના સંક્રમણથી આજે વધુ એક મોત નિપજતા રાજકોટ શહેરનો કુલ મૃત્યુઆંક ૨ થયો છે : નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ મુંબઈના દિલીપભાઈ સંઘાણીનું પણ કોરોનાની સારવાર દરમિયાન ક્રાઈસ્ટ હોસ્પિટલમાં મૃત્યુ નિપજેલ : જો કે તેઓનું મૃત્યુ મુંબઈમાં નોંધાયેલ છે

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના એક કોવીડ – ૧૯ પોઝીટીવ દર્દીનું મૃત્યુ થયેલ છે જેની વિગત નીચે મુજબ છે.
નામ : મુસ્તાકભાઈ કાદરી
ઉ.વર્ષ : ૫૩/પુરૂષ
સરનામું : અંકુર સોસાયટી – ૨, રાજકોટ

તેઓને તા. ૨૬/૦૫/૨૦૨૦ ના રોજ શરદી, ઉધરસ તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં તેમનો કોવીડ – ૧૯ નો રીપોર્ટ પોઝીટીવ આવેલ. તેમણે ઘણા સમયથી હાયપરટેન્શનની તકલીફ હોવાનું માલુમ પડેલ છે. મુસ્તાકભાઈ કાદરીના ૫ (પાંચ) નજીકના કોન્ટેક્ટને ફેસેલિટી ખાતે કોરોન્ટાઈન કરેલ છે.

રાજકોટ શહેરમાં આજ રોજની સ્થિતિએ કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ – ૮૩
હોસ્પિટલમાં દાખલ – ૭
ડિસ્ચાર્જ – ૭૪
મૃત્યુ – ૨

 

(2:17 pm IST)