Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

રાજકોટ આવેલો વિદેશી નાગરીક બૂખારીને ભરૂચમાં કોરોન્ટાઇન થવાનુ હતું: તો રાજકોટ કઇ રીતે પહોંચ્યો?

મુંબઇમાં હેલ્થ સત્તાવાળાઓની ઘોર બેદરકારીઃ એરપોર્ટ સતાવાળાઓએ પણ ગંભીર બનવું જરૂરી : કલેકટર રેમ્યા મોહનનો નિર્દેશઃ આ નાગરીક સામે કડક પગલા નહિ પરંતુ જવાબદારોની નિષ્કાળજી સામે આવી છે... : ભારત સરકારને આ બનેલી ઘટના અંગે વહિવટી તંત્ર દ્વારા રીપોર્ટ કરાય તેવી શકયતા : વિદેશી નાગરિક મહમદ દાનીશને એરપોર્ટની બાજુમાં આવેલ હોટલ પેટ્રીયા ખાતે ૧૪ દિવસ કોરોન્ટાઇન કરી દેવાયો : મેડીકલ ચેકઅપમાં હાલ કોઇ લક્ષણો નથી

રાજકોટ તા. ૩૦: મુંબઇ એરપોર્ટ સત્તાવાળાઓને ચમકો આપી ચૂપચાપ રાજકોટ એરપોર્ટ પર મુંબઇની ફલાઇટમાં આવી પહોંચેલા ટાન્ઝાનીયાના નાગરીક બુખારીને રાજકોટમાં ૧૪ દિવસ કોરોન્ટાઇન તો કરી લેવાયો અને એરપોર્ટની બાજુમાં હોટલ પેટ્રી્સ્યામાં લઇ જવાયો, તેના મેડિકલ ચેકઅપમાં કોઇ સીમટમ્સ આવ્યા નથી, પરંતુ ૧૪ દિવસ હોટલમાં રખાશે.

દરમિયાન આ અંગે જીલ્લા કલેકટરનો સંપર્ક કરતા કલેકટર શ્રી રેમ્યા મોહને 'અકિલા'ને જણાવ્યુ હતુ કે, આ નાગરીક બુખારીને ભરૂચ જવાનુ હતુ અને કોરોન્ટાઇન થવાનુ હતુ તો રાજકોટ કઇ રીતે પહોચ્યો.. તે સવાલ ઉભો થયો છે.

કલેકટરે જણાવેલ કે આ નાગરીકે બધી વિગત છુપાવી તે અંગે તેમની સામે કડક પગલા કે કેમ તે અંગે તેમણે જણાવ્યુ કે કડક પગલાની તો હાલ આ વાત નથી, પરંતુ આ બાબતે કોઇ જવાબદારોઙ્ગહોમ કેમ્પની નિષ્કાળજી સામે આવી છે, હાલ તેને રાજકોટમાં ૧૪ દિવસ કોરોન્ટાઇન કરી લેવાયો છે.

દરમિયાન અન્ય ઉચ્ચ સુત્રોના ઉમેર્યા પ્રમાણે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત સરકારને રિપોર્ટ કરાય તેવી શકયતા બહાર આવી છે? આ સાધનોએ ઉમેર્યુ હતુ કે મુંબઇના  હેલ્થ સત્તાવાળાઓની ઘોર બેદરકારી બહાર આવી છે, એરપોર્ટ સતાવાળાઓએ પણ ગંભીર બનવુ જરૂરી છે.

(11:35 am IST)