Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નરની ખાલી જગ્યાના ચાર્જમાં ગૃહખાતા દ્રારા ફેરફારઃ રવિ સેનીને બદલે આમર્સ યુનિટના અજય ચૌધરી ચાર્જ સંભાળશે

રાજકોટઃઙ્ગ રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી આજે વય મર્યાદાને કારણે નિવૃત થતા હોય રેગ્યુલર તેમનો ચાર્જ સૌપ્રથમ રાજકોટના ડીસીપી રવિ મોહન સેનીને આપવાનો નિર્ણય ગૃહખાતાએ કર્યો હતો. તેમાં ફેરફાર કરીને રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નરનો ચાર્જ આમર્સ યુનિટના આઇ.જી. કક્ષાના અજય ચૌધરીને આપવાનો નિર્ણય કર્યો છે.
જોઇન્ટ પોલિસ કમિશ્નરની જગ્યા આઇ.જી. કક્ષાના સીનીયર અધિકારીની હોવાથી આ જગ્યા ઉપર સીનીયર અને સક્ષમ અધિકારીને ચાર્જ સોંપવાનું વ્યાજબીઙ્ગ જણાતા ઉકત હુકમમા ફેરફાર કરીને રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નરનો ચાર્જ અજય ચૌધરીનેઙ્ગ આપવાનો નિર્ણય કરવામાઙ્ગ આવ્યો છે.

(8:40 pm IST)