Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

આપણે આર્થિક રીતે સમૃધ્ધ થયા પણ માનસિક રીતે હજુ દરીદ્ર-પછાતતાના દર્શન કરાવે છે : જયંત પંડયા

અંજારમાં નાથ બાવા સમાજ આયોજીત સમુહલગ્નમાં વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ

રાજકોટઃ અંજાર કચ્છ ઘટનાચક્ર સાપ્તાહિક તથા સોમનાથ એજયુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે નાથ બાવા સમાજે સમુહ લગ્નનું આયોજનમાં જ્ઞાતિ સમાજ, આગેવાનો, દાતાઓના સન્માન સાથે ભારત જન વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ઘા નિવારણ કાર્યક્રમ સાથે પ્રશ્નોતરી રાખવામાં આવી હતી. માનવીને અવકાશી ગ્રહ શનિ, પનોતિ, સાડાસતી, રાશિ પરિવર્તનના ફળકથનો નડતા નથી અસરકર્તા નથી, ગ્રહોના નંગની વીંટીઓ, નિવારણના હોમ-હવન, ક્રિયાકાંડો, નિરર્થક છે. ભારતના લોકોને લેભાગુ ઓ નડે છે, શનિ ગ્રહ અવકાશી છે દેવ નથી તેવું દ્રઢતાપૂર્વક સાબિત કરી આપ્યું હતું , નબળા મનના લોકો અનુસરે છે તે દુઃખદ છે.

સમુહ લગ્ન સમિતિના હોદ્દેદારો અધ્યક્ષ એસ. એમ. બાવા, મેઘનાથ રામનાથ, જયોતિનાથ ૨વનાથ, કિશોરનાથ ખીમાણી, વિજયનાથ શંભુનાથ, મહેન્દ્રનાથ શિવનાથ, નારણનાથ પ્રેમનાથ, મોજનાથ શિવનાથ, દયાનાથ વીરનાથ, ભરતનાથ દયાનાથ, દિપકનાથ દિને શનાથ, રામનાથ વિશ્રામનાથ, જયોતિનાથ નાથ બાવા, જીતેન્દ્રનાથ તેજનાથ, રામનાથ મળી પાથ, કનુનાથ, મોજનાથ, ભીમનાથ હરજીનાથ, કરણાભાઈ કાળુભાઈ રબારી તથા રબારી સમાજના આગેવાનોની હાજરીમાં દિપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.

 જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ નાથ બાવા સમાજના આગેવાનોનું સન્માન કરતા જણાવ્યું કે શિક્ષણ આવતા અંધશ્રદ્ઘા ઘટશે તેવી જાથાની માન્યતા ખોટી પડી છે. આજે શિક્ષિતો, ઉદ્યોગપતિઓ, વેપારી, વકિલો, જજો, પ્રોફેસર, ડોકટરો, ઉજળીયાતો વધુ ને વધુ અંધશ્રદ્ઘાને અપનાવતા, વાસ્તુ શાસ્ત્ર, માનતા, હાથમાં દોરા, રક્ષાપોટલી, આંગળામાં નંગની વીંટીઓ પહેરતા નજરે પડે છે. આર્થિક સમૃદ્ઘ થયા પરંતુ માનસિક દરિદ્ર-પછાતતાના દર્શન કરાવે છે જે વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે. જાથા તેને વખોડે છે. વિજ્ઞાનથી માનવજાતને મહત્ત્।મ ફાયદાઓ થયા છે. વિજ્ઞાને શીતળા રોગ સામેના રસી શોધ્યા, શીતળા રોગ નાબુદ થયો છતાં આજે પણ શીતળાદેવી ઉભા છે જે કમનસીબી છે. જ્ઞાતિવાદ, કોમવાદને જાકારો આપી હિન્દુ સ્તાની, ભારતીય, માનવની ઓળખ જરૂરી છે. વર્ષો પૂર્વે ભારતમાં માનવ જાતે કુદરતી હોનારત વખતે પ્રાર્થના, પૂજા કરી દેવ-દેવીઓ ઉભા કર્યા જયારે યુરોપ ખંડે હોનારતોનો સામનો કરી કાયમી ઉકેલ માટેના સંશોધન કર્યા તેથી તે વિકાસશીલ છે.

 જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ  જણાવ્યું કે વ્હેમ, અંધશ્રદ્ઘા, ચમત્કારો, ભૂત, પ્રેત, જીન્નાત, ડાકણ, ચુડેલ, મામો ઉપર વૈજ્ઞાનિક સમજ આપી તેની ભ્રામકતા સાથે નુકશાની ઉપર પ્રકાશ પાડયો હતો. ભારતમાં વર્ષોથી લેભાગુઓ વિશાળ સમાજને ગુમરાહ કરી પોતાનો ફાયદો મળે છે તેનાથી સાવધાન રહેવા શીખ આપી હતી. જયોતિષ, વાસ્તુ શાસ્ત્ર, ફેંગસૂઈ, ટેરા, અંકશાસ્ત્રોને વિજ્ઞાનનો કોઈ આધાર નથી. તેને અનુસરણ કરવાથી બરબાદી મળે છે. ચમત્કારો પાછળ વિજ્ઞાનનું કારણ છુપાયેલું હોય છે. વિશ્વમાં આજ સુધી એકપણ ચમત્કારિક, સચોટ આગાહીકાર પેદા થયો નથી. કુદરત તટસ્થ છે તેમાં બનતી કોઈપણ ઘટનાને પ્રાર્થના, પૂજા, બંદગીથી અટકાવી શકાતું નથી. પૃથ્વી ઉપર પ્રત્યેક ક્ષણે સારી-ખરાબ, લાભ-નુકશાન, શુભ-અશુભ ઘટના બને છે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મુલવવી જોઈએ.  અવકાશી ગ્રહ શનિદેવ, શનિગ્રહ, પનોતી, સાડાસતી કંઇ નડતુ નથી. ભારતમાં લેભાગુઓ નડે છે. શનિનું રાશિ પરીવર્તન, તેના ફળકથનો નર્યો બકવાસ છે.

(3:31 pm IST)