Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

સિંચાઇના કામો માટે ગ્રામ પંચાયતોને સતા આપવાનો ઠરાવ અને બજેટ આવકાર્ય

ભૂપત બોદરને અભિનંદન આપતા સરપંચ સંગઠનના પ્રમુખ વિજય કોરાટ

રાજકોટ, તા. ૩૧ :  રાજકોટ જીલ્લા પંચાયતના સામાન્ય બજેટમાં અસાધારણ કામગીરી આજ સુધી સિંચાઇના કામો મંડળી દ્વારા કરવામાં આવતા જે પ લાખ સુધીના કામોને ટેન્ડર પ્રક્રિયા ન કરવા તેમજ ગ્રામ પંચાયતને સીધી સતા સોપણી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઇના કામો ને વેગવતા કરવા બદલ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભૂપતભાઇ બોદરનો આભાર માનતા ગ્રામ્ય સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી વિજયભાઇ કોરાટ.

 

સામાન્ય બજેટમાં સ્વભંડોળમાંથી મજુર કરવામાં આવેલ વિશિષ્ટ જોગવાઇ આવકારેલ છે. શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે રર લાખની જોગવાઇ કરેલ છે, ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે પ લાખની જોગવાઇ કરેલ છે, વિકાસના કામો માટે ૭ કરોડ ૯ર લાખની જોગવાઇ કરેલ છે, પ્રા. શાળામાં શૈક્ષણિક સાધનો અને શાળા કમ્પાઉન્ડ વોલને રંગરોગાન માટે પ લાખની જોગવાઇ કરેલ. પ્રા. શાળામાં પીવાના પાણીની સુવિધા  માટે સ્થાપ પ્રકારનો ખર્ચ માટે ૧૦ લાખની જોગવાઇ કરેલ છે. પ્રા. શાળા કમ્પાઉન્ડ દરવાજાથી શાળા સુધી પેવીંગ બ્લોક માટે ર૦ લાખની જોગવાઇ કરેલ છે. પ્રા. શાળા કમ્પાઉન્ડ દરવાજાથી શાળા સુધી પેવીંગ બ્લોક માટે ર૦ લાખની જોગવાઇ કરેલ છે, પ્રા. શાળાની કિશોરીઓને સેનેટરી નેપકીન તથા તે અંગેની મશીનરી ક્રીડવા રપ લાખી જોગવાઇ કરેલ છે.

નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેના જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ગોગીગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃત્તિ માટે પ લાખ લાખની જોગવાઇ કરેલ છે.

હૃદય રોગ, કેન્સર, કીડની, થેલેસેમિયા, બ્રેઇન સર્જરી, બ્રેઇન ટયુમર અને પેરાલીસીસ માટે સામુહિક રીતે સહાય માટેની પ લાખની જોગવાઇ કરેલ છે.

આંગણવાડી ના મકાન તેમજ સ્થાયી પ્રકારના મરામત ખર્ચ માટે (આંગણવાડી કમ્પાઉન્ડમાં પેવીંગ બ્લોક/ પાણીના કનેકશન વગેરે કામો) માટે ૩૦ લાખની જોગવાઇ કરેલ છે.

મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુષંગિક સ્થાયી પ્રકારના ખર્ચ માટે ૧પ લાખની જોગવાઇ કરેલ છે.  આંગણવાડીમાં રમત-ગમતના સાધનો ખરીદવા માટે ૧ર લાખની જોગવાઇ કરેલ છે વગેરે જોગવાઇઓને સરપંચ સંગઠનના પ્રમુખ વિજય કોરાટે આવકારેલ છે.

(4:04 pm IST)