Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

પુર્વ કોર્પોરેટર અનીલભાઇ મકવાણા પર હુમલો, લુંટ અને ધમકીના ગુનામાં બે પકડાયા

સિવિલ હોસ્પીટલમાં અશોક સિંધવે હુમલો કરી લૂંટ તથા રેસકોર્ષ પાસે દિલીપ સોલંકીએ ફેસબુકમાં ધમકી આપી'તી

રાજકોટ, તા., ૩૧: ગીર સોમનાથની ઘટનામાં સિવિલ હોસ્પીટલમાં ભરતભાઇ ગોહેલના મૃતદેહને અંતિમ વિધિ માટે વતન લઇ જવાની તૈયારી વખતે હાજર પુર્વ કોર્પોરેટર અનીલભાઇ મકવાણા પર થયેલો હુમલો અને લુંટના ગુન્હામાં અને રેસકોર્ષ પાસે ફેસબુકમાં ધમકી આપવાના ગુન્હામાં એમ બે શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ એરપોર્ટ ફાટક પાસે નરસિંહનગર-૧ માં રહેતા ભાજપ  આગેવાન અને ગુજરાત અનુસુચીત જાતી વિકાસ કોર્પોરેશનના ડીરેકટર અનીલભાઇ ગાંગજીભાઇ મકવાણા (ઉ.વ.પ૦) ગત તા. ર-૩ના રોજ સિવિલ હોસ્પીટલમાં બન્સ વોર્ડ સામે ગીર સોમનાથમાં બનેલ બનાવ બાબતે ભરતભાઇ ગોહેલના મૃતદેહની અંતિમવિધિ માટે તેના પરીવારજનો તેના વતન લઇ જવા તૈયારી કરતા હતા. તે વખતે ત્યાં પોતે હાજર હતા. ત્યારે અશોક ગોવિંદભાઇ સિંધવ, સંજય ગોવિંદ સિંધવ અને સતીષ મુળજીભાઇ સાગઠીયા સહિત બારથી તેર શખ્સોએ આવી 'તમે સમાજ માટે શું કર્યુ ?' તેમ કહી ગાળો આપી ધમકી આપી રૂ. ર૦ હજારની લૂંટ ચલાવી માર માર્યો હતો. આ બનાવમાં અનીલભાઇએ તા.૯-૩ ના રોજ  પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે ગઇકાલે કોઠારીયા રોડ મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતો અશોક ગોવિંદભાઇ સીંધવ (ઉ.વ.૪૦)ની ધરપકડ કરી હતી.

ત્યાર બાદ પોતે ગત તા. ર-૩ ના રોજ સોમનાથ ગીરના બનાવ અનુસંધાને પોતાની જ્ઞાતિના યુવાનનો મૃતદેહ તેના સ્વજનો સ્વીકારતા ન હોઇ જેથી તેમને સમજાવવા પોતે હોસ્પીટલે ગયા ત્યારે પોતાના પર થયેલા હુમલાનો કોઇએ વીડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો ડી.ડી.સોલંકી ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. તા.૯-૩ના રોજ પોતે આ વિડીયો ફેસબુકમાં જોયો હતો. તેમાં સમાજને ઉશ્કેરણીજનક વાકયો અને આડકતરી રીતે ધમકી આપી હતી. આ અંગે પોતે ગત તા. ર૩-૩ના રોજ પ્ર.નગરમાં ફરીયાદ નોંધાવતા આ પ્રકરણમાં પોલીસે એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં. રમાં રહેતો દિલીપ ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.ર૮)ની ધરપકડ કરી હતી.(૪.૧૫)

 

(4:17 pm IST)