Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

૧૫૦ ફુટ રીંગ રોડ પર ૨૩ જગ્યાએથી ઓટા, પતરા તોડી પડાયા

મ્યુનિ. કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત કાર્યવાહીઃ વાવડી - મવડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના દબાણો દુર : ૯૦ કરોડની ૯૧૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાઇ

કડુસલો : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વન વીક વન રોડ અંતર્ગત આજે સવારે ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ૨૩ સ્થળોએ પાર્કિંગ - માર્જીનની જગ્યામાં ખડકાયેલ ઓટા, પતરાના દબાણો દુર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)(૨૧.૨૮)

રાજકોટ તા. ૩૧ : મ્યુ.કોર્પોરેશનની 'વન ડે વન રોડ' ઝુંબેશ હેઠળ આજે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ૧૫૦ ફુટ રીંગ વિસ્તારમાં પાર્કિંગ તથા માર્જિનમાં થયેલ ઓટા, ગ્રીલ તથા છાપરાના દબાણ દુર કરાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવતા ૨૩ સ્થળોએથી ઓટા, છાપરા પતરાના દબાણો દુર કરી પાર્કિંગ - માર્જીંનની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં. ૧૨ - ૨૧ના વિસ્તારમાં સુચિતમાં થયેલ ગેરકાયદે બાંધકામ તથા તંત્રના પ્લોટમાં થયેલ કુલ ૯ બાંધકામો દુર કરી ૯૧૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

કમિશ્નર બંછાનિધી પાનીની સુચના અનુસાર તથા નાયબ કમિશ્નર ડી.જે.જાડેજા તેમજ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ શહેરના સેન્ટ્રલ વેસ્ટ ઝોન વિસ્તારમાં નાણાવટી ચોકથી પુનિતનગર પાણીના ટાંકા સુધીના ૧૫૦ ફુટ રીંગ રોડ પર 'વન વીક વન રોડ' અંતર્ગત વોર્ડ નં. ૧ તથા ૮ થી ૧૩માં પાર્કિંગ તથા માર્જિનમાં થયેલ દબાણ - ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

જેમાં મોમાઇ પાન, જાસલ બિલ્ડીંગ, નાણાવટી ચોક, બીગ પોટ ટી, જાસલ બિલ્ડીંગ, નાણાવટી ચોક, શિવ શકિત ડીલકસ, શુભમ એન્ટરપ્રાઇઝ, બાલાજી ઓટો ગેરેજની બાજુમાં, શ્રી હરી ફર્નીચર, ઓકસન બેટરી, વોડાફોન મીની સ્ટોર, રાધે કોલ્ડ્રીંકસ, શિવ ફાયર એન્જીનિયર્સ, યોગી કોમ્પલેક્ષ, બિઝનેસ કોર્નર, રાજ બેંક, રામ ઔર શ્યામ ગોલા, ફ્રુડ સ્ટુડીયો, પટેલ કોલ્ડ્રીંકસ, રામ કૃપા ટ્રાવેલ્સ, શ્રી ગુરૂકૃપા ઇલેકટ્રોનિકસ, પટેલ કોલ્ડ્રીંકસની બાજુમાં શેફાયર કોમ્પલેક્ષ, ખોડીયાર શુઝ, રાધે ઓટો કન્સલ્ટન્ટ, સનેશ્વર આર્કેટમાં આવેલ ૪ દુકાનો સહિત ૨૩ સ્થળોએથી પતરા - ઓટલા - જાળીના દબાણો દુર કરવામાં આવ્યા હતા.

વાવડી - મવડી વિસ્તારમાં ૯૦ કરોડની જમીન ખુલ્લી કરાઇ

આ ઉપરાંત ટાઉન પ્લાનીંગ દ્વારા વોર્ડ નં. ૧૨ તથા ૨૧ના વિસ્તારમાં સૂચિતમાં ૫ દુકાનનું ગેરકાયદે બાંધકામ, સ્ફોટક મટીરીયલ્સ તથા એક ઓરડીનું તથા મવડી વિસ્તારમાં વાણીજ્ય હેતુના ૮૮૦૦ ચો.મી.ના ૮૮ કરોડના પ્લોટમાં ખડકાયેલ ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા 'વન વીક વન રોડ' અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસી. ટાઉન પ્લાનર પી.ડી.અઢીયા, આર.એમ.મકવાણા, અજય પરસાણા, આસી. એન્જીનિયર વી.ડી.સિંધવ, એડીશ્નલ આસી. એન્જીનિયર ગૌતમ ફફલ, મનોજ પરમાર, તુષાર લીંબડીયા, પરાગ ટાંક તથા અન્ય સેન્ટ્રલ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર ડી.યુ.તુવર તથા તેમનો સ્ટાફ તેમજ બાંધકામ શાખાનો સ્ટાફ, દબાણ હટાવ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.(૨૧.૨૯)

(4:17 pm IST)