Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

આજીડેમમાં નર્મદાનીરનો પુનઃપ્રારંભ

સુર્યારામપરામાં મહામેનતે નવો વાલ્વ ફીટ કરાયોઃ વાલ્વ કેવી રીતે તૂટયો હતો?એફએસએલ તપાસ શરૂ

રાજકોટ,તા.૩૧: રાજકોટ નજીક વાંકાનેર રોડ પર સુર્યારામપર ગામ પાસે પસાર થતી સૌની યોજના વાલ્વ ક્ષતિયુકત થતાં કરોડો લીટર પાણી વેડફાયું હતુ. સિંચાઇ વિભાગ દ્વારા મહામેનતે ૬ દિવસ બાદ આ વાલ્વ રીપેર કરવામાં આવ્યો છે.આ વાલ્વ રીપેર થતા આજ સવારથી ફરી આજીડેમમાં નર્મદાનીર શરૂ થયાનું સતાવાર તંત્રએ જણાવ્યુ હતુ.

આ અંગે મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ  જણાવ્યું હતું કે  રાજકોટ તાલુકાના સૂર્યા રામપર ગામ પાસેથી પસાર થતી મચ્છુ–૧ થી ત્રંબા સુધીની નર્મદાની પાઈપલાઈનના વાલ્વ રીપેર થઇ ચૂકયો છે. હવે આજે બપોર બાદ રાજકોટના આજી-૧ જળાશયમાં પુનૅં નર્મદાના નીર આવવાનું શરૂ થઇ જશે.  સૂર્યા રામપર ખાતે વાલ્વ રિપેરિંગ અને પૂનૅં ફિટિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી ચુકી છે. નર્મદાનું પાણી ફરીથી પાઈપલાઈનમાં છોડવાનું શરૂ કરવામાં આવેલ છે, અને સંભવતઃ બપોરે ૨.૦૦ વાગ્યાની આસપાસ નર્મદા નીર આજી-૧ ડેમમાં આવી પહોંચશે. શહેરના નાગરિકોએ પીવાના પાણી બાબતે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી.

અત્રે નોંધનીય છે કે, આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત ૧૮ દિવસમાં ૩૧૮ એમસીએફટી પાણી ઠલવાતા ડેમની સપાટી રર.૧૦ ફુટે પહોચી છે. (૨૮.૧)

(4:17 pm IST)