Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

ગાંઠિયા જલેબી ડોટ કોમ- સેવન સ્ટાર કેટરર્સમાં આરોગ્યના દરોડાઃ ૩પ કિલો ફરસાણનો નાશ

૧પ૦ ફૂટ રીંગ રોડ પર આરોગ્ય વિભાગની ચેકીંગ ઝુંબેશ : રપ વેપારીઓને નોટીસ ફટકારાઇ

રાજકોટ, તા. ૩૧ :  આજે સવારે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપર આરોગ્યની ઘનીષ્ઠ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે બે સ્થળોએથી ૩પ કિલો જેટલું વાસી ફરસાણ-તેલ સહિતની અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કર્યો હતો.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડનાં જણાવ્યા મુજબ ૧પ૦ રીંગ રોડ પર  જાસલ કોમ્પ્લેક્ષમાં આવેલ પ્રસિધ્ધ ''ગાંઠિયા જલેબી ડોટ કોમ''માં ચેકીંગ દરમિયાન ૧ કિલો અખાદ્ય સોડા, ૧ પેકેટ સિન્પેટિક કલર, ૯ કિલો દાઝી ગયેલું તેલ, ૪ કિલો વાસી ફરસાણ સહિતની અખાદ્ય ચીજોનો નાશ કરાયો હતો.

ત્યારબાદ ગાંધીગ્રામમાં સેવન સ્ટાર કેટરર્સમાં ચેકીંગ કરીને ૧ પેકેટ સિમ્થેટિક કલર, ૩ કિલો એમ.એસ.જી. (આજીનો મોટો) અને ૧૦ કીલો વાસી અખાદ્ય ફરસાણ ત્થા ચણાનાં લોટ વગેરે અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો હતો.

આજની આ ઝુંબેશ દરમિયાન કુલ ૩૧ સ્થળોએ ચેકીંગ કરી વિવિધ ખામીઓ સબબ રપ વેપારીઓને નોટીસો આપી હતી અને કુલ ૩પ કિલો જેટલો વાસી અખાદ્ય  પદાર્થોનો નાશ કરાયો હતો.

ઉપરોકત ઝુંબેશમાં ડો. રાઠોડ ઉપરાંત ડેઝિગ્નેેટેડ ઓફિસર, એ.એન. પંચાલ, સી.ડી. વાઘેલા, આર.આર. પરમાર વગેરે દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. (૯.ર૩)

(4:16 pm IST)