Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

અસહ્ય તાપમાનથી પ્રાણીઓને બચાવવા પ્રદ્યુમન પાર્ક 'ઝુ'માં પાણીના તળાવ-ફુવારાની વ્યવસ્થા

રાજકોટ, તા., ૩૧: સમગ્ર રાજયમાં માર્ચ મહિના અંતમાં ગરમીનો હાહાકાર જોવા મળી રહયો છે. ત્યારે શહેરની ભાગોળે આવેલ પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતેના પ્રાણી-પક્ષીઓને ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સતાવાર યાદીમાં જણાવાયું છે.

રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે હાલ ૪૯ પ્રજાતીઓનાં કુલ ૩૬૩ પ્રાણી-પક્ષીઓ પ્રદર્શીત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દરેક ઋતુમાં ઝુ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ ઉનાળામા ગરમીમાં પ્રાણી પક્ષીઓને વાતાવરણની કોઈ પ્રતિકુળ અસર ના થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે નીચેની વિગતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

સિંહ, વાદ્ય, દિપડા અને રિંછ

આ તમામ પ્રાણીઓનાં પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ બનાવવામાં આવેલ છે, પ્રાણીઓ ગરમીના સમયે નાહી શકે છે. પાંજરામા પાણીની ફોગર (ફુવારા) સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે. પુરતા પ્રમાણમાં વ્રુક્ષોનો છાયડો કરવામાં આવેલ છે. રિંછને સમયાંતરે ફ્રુટ ગુલ્ફી આપવામાં આવે છે.

નાના પ્રાણીઓ (વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહુડી)

આ તમામ પ્રાણીઓનાં પાંજરાઓમાં ખસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલ છે જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે.  પાંજરામા પાણીની ફોગર (ફુવારા) સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે.

વાંદરાઓ

તમામ પ્રકારના વાંદરાઓનાં પાંજરાઓમાં શેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત બપોર પછીના સમયે વધારે ગરમી હોય ત્યારે ફ્રુટ ગુલ્ફી ખોરાકમાં આપવામાં આવે છે

પક્ષીઓ

પક્ષીઓનાં તમામ પાંજરાઓમાં ક્રીપર વેલ તેમજ સુકા દ્યાસથી છાંયડો કરવામાં આવેલ છે., વાતવરણ ઠંડુ રહે તે માટે ખાસ પ્રકારનુ લીલુ દ્યાસ ઉગાડવામાં આવેલ છે. ઈમુ તથા શાહમ્રુગમાં ફોગર સિસ્ટમ લાગાવવામાં આવેલ છે.

હરણ વિભાગ

તમામ હરણના પાંજરાઓમાં વ્રુક્ષો દ્વારા પુરતા પ્રમાણમાં છાયડાની વ્યવ્સ્થા કરવામાં આવેલ છે., સાબર હરણ માટે મડ પોંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત પ્રાણી- પક્ષીઓમાં ગરમીના કારણે Diarrhoea – Dehydration ના થાય તે માટે પીવાના પાણીમાં ORS સપ્લાય કરવામાં આવે છે. તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

 

(4:16 pm IST)