Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

ગૌરવપથનો વિકાસ ટનાટન :કોંગ્રેસ હવાતીયા ન મારેઃ ડો.જૈમન ઉપાધ્યાય

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા શહેરના ટ્રાફિકની ધોરી નસ સમાન અને શહેરના ગૌરવપથ એવા કાલાવડ રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે કોંગ્રેસ કાલાવડ રોડના વિકાસ આડે રોડા નાખવાનું બંધ કરે એમ મેયર ડો. જૈમન ઉપાધ્યાયે એક નીવેદનમાં જણાવ્યુ છે. આ અંગે મેયરે જણાવેલ કે, કાલાવડ રોડ એ રાજકોટ શહેરનો ગૌરવ પથ છે. સાથોસાથ શહેરના ટ્રાફિકની ધોરી નસ સમાન છે. શહેરીજનોની સુવિધામાં ઉતરોતર વધારો કરવા માટે શાસકો સતત ચિંતિત છે. સમયાંતરે કાલાવડ રોડના ફેરફારો લોકોની સુવિધામાં વધારો કરવા માટે થતા હોય છે, નહિ કે દુવિધા વધારવા માટે. કાલાવડ રોડ પર સેન્ટ્રલ લાઈન બદલાવવી, કાલાવડ રોડ ૫ર બ્યુટીફીકેશનના ભાગરૂપે મીગ વિમાન મુકાવવામાં આવ્યું છે. આકર્ષક ન્ચ્ઝ્ર લાઈટો મુકાવવામાં આવેલ છે. સેન્ટ્રલ રોડ ડીવાઈડર બનાવવામાં આવેલ છે. આકર્ષક એડવર્ટાઈઝ માટે જાહેરાતના બોર્ડ મુકાવવામાં આવેલ છે. અને તેના દ્વારા કોર્પોરેશનને આર્થિક ઉપાર્જન પણ થનાર છે.  આ રોડ પર સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબ પાર્કિંગની સુવિધા પણ મળી  રસ્તાની બંને તરફ માર્કિંગ દ્વારા પાર્કીંગ સુવિધા  કરવામાં આવશે.આમ, અર્બન પ્લાનીંગનાં સિદ્ઘાંતને અનુસરીને કાલાવડ રોડનો  વિકાસ કરવામાં આવનાર છે ત્યારે કોંગ્રેસ વિકાસમાં રોડા નાખવાને બદલે શહેરની તેમજ કાલાવડ રોડની આ વિકાસયાત્રામાં હરખભેર જોડાય તેમ મેયર ડોે.જૈમન ઉપાધ્યાયે એક યાદીમાં જણાવ્યુ છે.

(4:15 pm IST)