Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

નવલુ નઝરાણુ...

વોર્ડ નં. રના બજરંગવાડીમાં હર્બલ-થીમ પાર્ક

૯૭ લાખનાં ખર્ચે અદ્યતન પાર્ક બનશેઃ ઔષધિય વનસ્પતીઓ ઉછેરાશેઃ ચિલ્ડ્રન પ્લે એરિયા, વોકીંગ પાથ-વે સહિતની સુવિધાઓઃ કોર્પોરેટરો મનીષ રાડિયા, જયમીન ઠાકર, ડો. દર્શીતા શાહ, સોફિયાબેન દલનાં સફળ પ્રયાસોથી વિસ્તારને નવી સુવિધા

રાજકોટ તા. ૩ :.. શહેરનાં વોર્ડ નં. ર નાં બજરંગવાડી વિસ્તારમાં 'હર્બલ થીમ-પાર્ક' નવલુ નઝરાણુ મ્યુ. કોર્પોરેશન દ્વારા સાકાર કરવામાં આવનાર છે.

આ અંગે રાજકોટ મહાનગર પાલિકાના ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકર, વોર્ડ નં.રના કોર્પોરેટર સોફીયાબેન દલ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, વોર્ડ નં. રમાં શહેરીજનોની સુખાકારીના ભાગરૂપે બજરંગગવાડી વિસ્તારમાં 'થીમ પાર્ક' તેમજ મુખ્યમંત્રીશ્રીના ગ્રાંટમાંથી ગવર્મેન્ટ પ્રેસ રોડના સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પેવિંગ બ્લોક નાખવા માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગર પાલિકાની આજરોજ મળેલ સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગમાં વોર્ડ નં. રના વિસ્તારોમાં વિકાસ કામો માટે અંદાજે કુલ રૂ. ૯૭ લાખના ખર્ચે 'થીમ પાર્ક' બનાવવાનું તેમજ ગવર્મેન્ટ પ્રેસ રોડના સાઇડ સોલ્ડરમાં પેવિંગ બ્લોક નાખવાનું મંજુર કરવામાં આવેલ છે.

આ વિકસિત થનાર થીમ પાર્કમાં ભવિષ્યની વસાહત વિગેરે ધ્યાને લઇ, આ જગ્યામાં વિકાસ પામનાર થીમ પાર્કમાં 'હર્બલ-થીમ' (આયુર્વેદિક-ઔષધિય વનસ્પતિ) આધારીત વિવિધ જાતના રોપાઓનું પ્લાન્ટેશન કરવામાં આવશે. તેમજ બગીચાના બહારના ભાગે જાહેર માર્ગને અડચણરૂપ ન થાય તે રીતે પાર્કીંગ, ઇટરનલ પાથ-વે, પેરીફરી-વોક-વે, મોન્યુમેન્ટલ-વોલ, ગજેબો, શ્રુબરી, રેઇઝપથ-વે, જનરલ યુટીલીટીઝ, ચિલ્ડ્રન પ્લે-એીરયા, કન્ટુર લેન્ડ સ્કેલિંગ વિગેરેથી આ સમગ્ર વિસ્તારમાં અંદાજીત ૮૦થી વધારે જાતના હર્બલ તેમજ અંત પ્લાન્ટસનું વાવેતર કરી, આ સમગ્ર વિસ્તારને હરિયાળી આચ્છાદિત કરીને પ્રજાલક્ષી ઉપયોગમાં આપવાનું પ્રયોજન છે. વોર્ડ નં. ર બજરંગવાડી વિસ્તારમાં બનાવવામાં આવનાર થીમ પાર્કથી આ વિસ્તારના શહેરીજનોને તેમજ આજુબાજુના વિસતારવાસીઓને હરવાફરવા માટે એક નવું નજરાણું તેમના જ વિસ્તારમાં મળી રહેશે.

જેમાં વોર્ડ નં. રમાં બજરંગવાડી વિસ્તારમાં બગીચાના હેતુ માટેની અંદાજે ૧૩૦૪૧ ચો.મી. જગ્યામાં આશરે રૂ. ૮૧ લાખના ખર્ચે બજરંગવાડી વિસ્તારના લતાવાસીઓને એક ભવ્ય નજરાણા રૂપે થીમ પાર્ક બનાવવાનું તેમજ વોર્ડ નં.રમાં આવેલ ગવર્મેન્ટ પ્રેસ રોડના સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ અંદાજે રૂ. ૧૬ લાખના કામે પેવિંગ બ્લોક નાખવાનું કામ મંજુર કરવામાં આવેલ. (પ-રપ)

(4:15 pm IST)