Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

કરો જલ્સાઃ નર્મદા યાત્રા સહિતનાં કાર્યક્રમો પાછળ દોઢ કરોડ ખર્ચાઇ ગ્યા

સ્ટેન્ડીંગ કમીટીમાં ઉત્સવોનાં ખર્ચાઓ એક ઝાટકે મંજૂરઃ ન્યુ. રાજકોટનાં ૩ ફીલ્ટર પ્લાન્ટ-૩-પમ્પીંગ સ્ટેશનો-૧ સ્વીમીંગ પુલમાં નવી સુરક્ષીત કલોરીનેશન સીસ્ટમ મુકાશેઃ ૪૭ કરોડનાં વિકાસ કામો અંગે ૩૭ દરખાસ્તો મંજૂર

રાજકોટ તા. ૩૧ :.. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં નર્મદા નીર વધામણા-નર્મદા યાત્રા સહિતનાં ઉત્સવો અને કાર્યક્રમો પાછળ કુલ ૧ાા કરોડનો ખર્ચ થયો છે. જેની દરખાસ્તો ધડાધડ મંજૂર કરાઇ હતી.જે કાર્યક્રમો અને ઉત્સવો પાછળ ખર્ચ થયો છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં સૌની  યોજનાનું લોકાર્પણ રોડ-શો વગેરેમાં વિડીયોગ્રાફી, ડી. જે. સાઉન્ડ સીસ્ટમ, વગેરેનાં પ૭ લાખનો ખર્ચ તેમજ ત્યારબાદ આતશબાજી, અંકિત તિવારી સંગીત સંધ્યા, ઉપરાંત લોક ડાયરાઓ વગેરે સહિતનાં કાર્યક્રમોમાં મળી કુલ રૂ. ૧.૪પ લાખનાં ખર્ચાને આજની સ્ટેન્ડીંગ કમીટીમાં મંજૂરી અપાઇ હતી. આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ કમીટીમાં અન્ય મહત્વની દરખાસ્તો  ન્યુ. રાજકોટનાં ૩ ફીલ્ટર પ્લાન્ટ, ૩ પમ્પીંગ સ્ટેશનો અને ૧ સ્વીમીંગ પુલમાં નવી વેકયુમબેઝડ કલોરીનેશન સીસ્ટમનો કોન્ટ્રાકટ કલોરેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી.ને આપવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.જયારે વિવિધ વિસ્તારોમાં ૧.૩૦ કરોડનાં પર્વિંગ બ્લોકના કામો, ૩.પ કરોડનાં વોટર વર્કસનાં કામો, સહિત કુલ ૩૭ જેટલી દરખાસ્તોનો નિર્ણય લઇ કુલ રૂ. ૪૭.૩૪ કરોડનાં ખર્ચેને મંજૂરી અપાઇ હતી. (પ-ર૬)

સ્ટેન્ડીંગમાં 'વાલ્વ કૌભાંડ' ધુણ્યું

રાજકોટ : આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં મ્યુ. કોર્પોરેશનનું વાલ્વ કૌભાંડની ચર્ચા પગ ઉઠાવી હતી. સ્ટેન્ડીંગ કમીટીના સીનિયર સભ્યએ અધિકારીઓને વલ્વ કૌભાંડનો ટોણો મારીને તાકીદ કરી હતી કે હલકી કક્ષાનો માલ-સામાન ધાબડી દેવાના કારસ્તાનો બંધ થવા જોઇએ. (૮. ૧૭)

 

(4:14 pm IST)