Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

સોમવારે ભારત બંધ : અનુ.જનજાતિનું એલાન

એટ્રોસીટી કાયદાના સુધારાના વિરોધમાં અપાયેલ બંધમાં જોડાવા વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની અપીલ

રાજકોટ, તા. ૩૧ : આગામી તા. ર એપ્રિલ ને સોમવારે અનુ.સુચિત જનજાતિના રાષ્ટ્રીય આગેવાનો દ્વારા અપાયેલ ભારત બંધના એલાનમાં શહેરના દરેક સમાજના લોકોને જોડાવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જાહેર અપીલ કરી છે.

આ અંગે શ્રી સાગઠીયાની યાદીમાં જણાવાયુ છે કે આથી રાજકોટના તમામ વેપારી મહામંડળો મંડળો આગેવાનો દુકાનદારો જૂદી જૂદી ઓફીસોના માલિકો આ તમામ લોકોને અમારી એસ. સી. એસ. ટી.ના આગેવાનો કાર્યકરોની વિનંતી છે કે નામદાર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં અનુ. જનજાતી દ્વારા તા. ર-૪ ને સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં બંધ પાળવા વિનંતી છે.

એસ. સી., એસ. ટી.ના આગેવાનો વશરામભાઇ સાગઠીયા, સિધ્ધાર્થભાઇ પરમાર, માધુભાઇ ગોહેલ, માધુભાઇ બાબરીયા, ડી. જે. સોમૈયા, રવજીભાઇ ખીમસુરીયા, ગીતાબેન, સીમ્મીબેન, ડો. સુનિલ જાદવ, કર્મચારી એકતા મંડળ, પછાત વર્ગ કર્મચારી મંડળ, ટેલીકોમ યુનિયન, રેલ્વે યુનિયન અશોકભાઇ કોળી એસ. ટી. યુનિયન, વસાવાભાઇ સી. ડી. ચાવડા, રાજકોટ શહેર અનુ. જાતીના આગેવાનો વકીલ એસો., જાગૃતી મંડળ યુનિયન ભરતભાઇ વાઘેલા સહિતના આગેવાનો સંસ્થાઓ દ્વારા ભારત બંધનાં એલાનને સફળ બનાવવા પ્રયાસો થઇ રહ્યા છે.

(3:58 pm IST)