Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

તીજોરી કચેરીમાં માર્ચ એન્ડીંગઃ એક મહિનામાં ૫૮૬ કરોડ ચૂકવ્યાઃ એસબીઆઈ બહુમાળી બ્રાંચ મોડી રાત સુધી ધમધમશે

તિજોરી કચેરીમાં તાપરીયા તો એસબીઆઈમાં ચીફ મેનેજર રીમા તિવારીનું ખાસ માર્ગદર્શનઃ સ્ટાફ ઉંધા માથે...: ટ્રેઝરી કચેરીએ ૬૧૪૩ બીલ કલીયર કર્યાઃ એસબીઆઈ દ્વારા આરટીઓની ૨ાા કરોડ જેવી રકમ સહિત ૧૨૦૦ વાઉચરનો નિકાલ

એસબીઆઈ બહુમાળી ભવન બ્રાન્ચ ખાતે આજે અંદાજે ૧૨૦૦થી વધુ વાઉચર માર્ચ એન્ડીંગ સંદર્ભે કલીયર કરાયા હતા. તસ્વીરમાં સ્ટાફ રૂપિયા-વાઉચરના ઢગલા સાથે નજરે પડે છે

રાજકોટ, તા. ૩૧ :. માર્ચ એન્ડીંગ છે, કાલથી ૧લી એપ્રિલથી નવુ હિસાબી વર્ષ એપ્રિલ ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ શરૂ થશે. આ સંદર્ભે હિસાબો કલીયર કરવા, બીલોના પેમેન્ટ ચૂકવવા, રોકડ સ્વીકારવા અંગે આજે માર્ચ એન્ડીંગના છેલ્લા દિવસે ટ્રેઝરી કચેરી-બહુમાળી અને એસબીઆઈ-બહુમાળી કચેરી ખાતે ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. બન્ને કચેરીમાં સ્ટાફ ઉંધા માથે હતો. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં ચીફ મેનેજર શ્રી રીમા તિવારીના માર્ગદર્શન હેઠળ તથા ટ્રેઝરી કચેરીમાં ચીફ તિજોરી અધિકારી શ્રી તાપરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ધડાધડ કાર્યવાહી થઈ હતી.

એસબીઆઈ ખાતે આજે એક દિ'માં ૧૨૦૦થી વધુ વાઉચર કલીયર કરાયા હતા તો આરટીઓની ૨ થી ૨ાા કરોડની રોકડ સહિત કરોડોની રોકડ જમા લેવાઈ હતી.

બેંકના સત્તાવાર સાધનોએ ઉમેર્યુ હતુ કે, બેન્ક રાત્રે ૮ સુધી ચાલુ રહેશે, બાદમાં કલેકટરનો આદેશ આવ્યે મોડી રાત સુધી ચાલુ રખાશે. આજે ૧૨૦૦થી વધુ વાઉચરમાં ચેક, કલીયરીંગ, રોકડ તમામ પ્રકારના ટ્રાન્જેકશનો પૂર્ણ કરાયા હતા. એસબીઆઈ સ્ટાફના સર્વશ્રી કંચનબેન ડોડીયા, અરૂણ દવે (ટાઈગર), જયેશ પાંઉ, વિનુભાઈ સૂચક, અશોક ચૌહાણ, શૈલેષ શાહ ખાસ મદદે રહ્યા હતા. લોકોને કોઈ તકલીફ પડી ન હતી.

ટ્રેઝરી કચેરીમાં પણ ભારે ધમધમાટ હતો. ચીફ ટ્રેઝરી ઓફિસર શ્રી તારપરાએ 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઉમેર્યુ હતુ કે બપોરે ૩ સુધી બીલો સ્વીકારાશે, બાદમાં ચકાસણી વિગેરે કરી બધુ કલીયર કરી દેવાશે. એક મહિનામાં ૬૧૪૩ બીલ સંદર્ભે અંદાજે ૫૮૬ કરોડની બીલોની રકમની ચૂકવણી કરી દેવાઈ છે.

શ્રી તારપરાએ ઉમેર્યુ હતુ કે પેન્શનરો માટે ૭૩ કરોડ ૩૪ લાખ, પગાર-સ્ટાયફંડ, ગ્રાન્ટેડ-સ્કોલરશીપ વિગેરે માટે ૧૩૩ કરોડ ૪૬ લાખ, જીલ્લા પંચાયત ગ્રાન્ટ ટ્રાન્સફર ૯૦ કરોડ ૫૮ લાખ અને કુલ ૧૬૦ લેટર ઓફ ક્રેડીટના ૨૯૦ કરોડ ૩૭ લાખની ચૂકવણી કરી દેવાય છે. એક પણ બીલ બાકી રહ્યુ નથી, સ્ટાફની જહેમત કામ કરી ગઈ છે.(૨-૨૩)

(3:55 pm IST)