Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

મવડીના રપ૦ મકાનોનો ડીમોલીશન પ્રકરણમાં પોલીસ નિષ્ક્રીયતા સંદર્ભે કોર્ટના અનાદારની નોટીસ

રાજકોટ, તા. ૩૧ : અત્રે ગુંદાળા ગામના રહેવાસી બચુભાઇ ભૂટાભાઇ પીપળીયાની મવડી ગામની સીમમાં આવેલ ૩ એકર ર૮ ગુઠા જમીનમાં ફરીવાર ભૂમાફીયાઓની પેસકદમી સંર્ભે કોર્ટમાં ફરીયાદ થતા એડી. ચીફ. જયુડી મેજી.શ્રી એન.જી. સુરતીએ તા. ૧૪-૧ર-ર૦૧૭ સુધીમાં ફરીયાદીની ફરીયાદ સંદર્ભેનો તપાસ રીપોર્ટ રજૂ કરવા તાલુકા પોલીસ સ્ટેશનને હુકમ ફરમાવેલ હતો જે અનુસંધાને પોલીસે કોઇ જ કાર્યવાહી ન કરતા કંટેમ્પટની કાર્યવાહી શા માટે ન કરવી તે અનુસંધાને તાલુકા પોલીસને શોકોઝ નોટીસ ઇશ્યુ કરેલ છે.

આ બનાવની ટૂંક હકીકત એવી છે કે ગુંદાળા ગામના રહેવાસી બચુભાઇ ભૂટાભાઇ પીપળીયાની માલીકીની કરોડોની કિંમતની જમીન રાજકોટ તાલુકાના મવડી ગામની સીમના રેવન્યુ સર્વે નં. ૧૯૬ની ખેડવાણ જમીન એકર ૩-ર૮ ગુઠા આવેલ છે જે જમીન અનુસંધાને વર્ષ ૧૯૭૮થી વિવાદ ચાલતો હતો આ જમીન ઉપર બાંધકામ કરી નાખવામાં આવેલ હતું અને આશરે રપ૦ જેટલા મકાનોનું બાંધકામ કરી ગૌતમનગર નામની સુચીત સોસાયટી ઉભી કરી નાખવામાં આવેલ હતી જે અંગે ત્રણ દાયકાથી વધુ સમયની કાનૂની લડત બાદ ફરીયાદી બચુભાઇને તેની જમીનનો કબ્જો સોંપાવી આપવા કબ્જા વોરંટ સીવીલ કોર્ટ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ હતું. આ કબજા વોરંટની બજવણી પણ પોલીસ પ્રોટેકશન મળવાના અભાવે ૧૧ વર્ષથી થતી નહતી અને પોલીસ બચુભાઇને કબ્જો અપાવતી નહતી જે અનુસંધાને બચુભાઇ પીપળીયાએ ગુજરાત હાઇકોર્ટમાંથી પોલીસ પ્રોટેકશનનો હુકમ મેળવી ગત તા. ર૮-૯-ર૦૧૭ના રોજ પોલીસ પ્રોટેકશન સાથે આ જમીન ઉપર ખડકી દેવામાં આવેલ રપ૦ મકાનનું ડીમોલીશન કરી નાખવામાં આવેલ અને ફરીયાદી બચુભાઇને જમીનનો કબ્જો સોંપવામાં આવેલ હતો.

ઉપરોકત ફરીયાદ દાખલ થતા એડી. ચીફ જયુડી. મેજી શ્રી એન.જી. સુરતીએ ફરીયાદીની ફરીયાદ અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવેલ છે તે અંગેનો તપાસ રીપોર્ટ તા. ૧૪-૧ર-ર૦૧૭ સુધીમાં રજૂ કરવા તાલુકા પોલીસ સ્ટેશનને હુકમ ફરમાવેલ હતો, પરંતુ પોલીસે આજદીન સુધી કોર્ટમાં કોઇ જ પ્રકારનો તપાસ રીપોર્ટ કરેલ નહોવાથી ફરીયાદીએ તેના વકીલ શ્રી સંજય એચ. પંડિત મારફત તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી વિરૂદ્ધર કંટેમ્પટ ઓપ કોર્ટની કાર્યવાહી કરવા અરજી કરેલ જે અરજી અનુસંધાને એડી. ચીફ જયુડી મેજી. શ્રી એન.જી. સુરતીએ તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી વિરૂદ્ધ કારણદર્શક નોટીસ ઇશ્યુ કરેલ છે.

આ કામે ફરીયાદી વતી એડવોકેટ શ્રી સંજય એચ. પંડિત રોકાયેલ છે. (૮.૧૮)

(3:54 pm IST)