Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

કાળીપાટના ''હીટ એન્ડ રન'' ગુન્હામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૩૧: હીટ એન્ડ રન કાળીપાટ પાસેના સાપરાધ મનુષ્યવધના ગુન્હામાં આરોપીના આગોતરા જમીનઃ સેશન્સ કોર્ટ મંજુર કરેલ.

અત્રેના બનાવની વિગત એવી છે કે, રાજકોટની નજીક આવેલ કાળીપાટના પાટીયા પાસે હીટ એન્ડ રનનો ગમખ્વાર અકસ્માત બનેલ. જે બનાવમાં બે વ્યકિતઓ મુત્યુ પામેલ અને તેર લોકોને ઈજાઓ થયેલ. જે બાબતે આ કામના ફરિયાદી-મૌલિક રસીકભાઇ ઢોલરીયા કે જેઓ પોતાની ગાડી સેન્ટ્રો લઇને જતા હતા અને તેમણે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં હીટ એન્ડ રન કરનાર વાહન મીનીબસના ચાલક સામે આઇ.પી. કલમઃ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ મુજબની ફરિયાદ આપેલ જેમાં મીનીબસના ચાલક બેદરકારીથી ચલાવી સ્ટીયરીંગ પર કાબુ ગુમાવી અલ્ટોકારને ઠોકર મારી ફરિયાદીની સેન્ટ્રો ગાડીના બોનેટ ઉપર અકસ્માતવાળુ વાહન પલ્ટી મારીને પડેલ. જે બાબત ેપોલીસે અકસ્માતવાળું વાહન કબજે કરેલ.

ઉપરોકત બનાવમાં અકસ્માતવાળા વાહનના માલીકે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ. જેમાં બચાવપક્ષ તથા સરકારપક્ષની દલીલો કોર્ટેધ્યાને રાખી ઉપરોકત બનાવના અરજદાર/આરોપીને આગોતરા જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલે ઉપરોકત કામમાં અરજદાર/આરોપી-ધર્મેશભાઇ ઘીરૂભાઇ ડાંગર વતી રાજકોટના ધારાશાસ્ત્રી સંજયભાઇ ડાંગર, વિજયભાઇ ધમ્મર, રાજેશભાઇ જલુ રોકાયેલા હતાં.(૨૨.૬)

(3:53 pm IST)