Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

'નવરંગ' દ્વારા કાપડની થેલી રૂ. પાંચમાં

સ્થળ બદલાયું: નાના મવા સર્કલ, ૧પ૦ ફુટ રિંગ રોડ પર બજાર જામશેઃ ગાજર-બીટનું સરબત વિનામૂલ્યે ગટગટાવોઃ અનેક ઓર્ગેનિક વસ્તુઓ રાહત દરે પ્રાપ્ત થશે

રાજકોટ તા. ૩૦ :.. નવરંગ નેચરલ કલબ રાજકોટ દ્વારા કપડાની થેલી પ રૂપિયામાં, તરબૂચ, વિવિધ માટીના વાસણો, લીલા નાળિયેર, દેશી શાકભાજીના બિયારણ રાહત દરે અને ગાજર બીટનું સરબત વિનામૂલ્યે પાવામાં આવશે.

 

આ ઉપરાંત વિવિધ જાતના લોખંડના વાસણો, વિવિધ જાતના ફળો, વિવિધ જાતના શાકભાજીનું ખેડૂતો દ્વારા વેચાણ, વિવિધ જાતના ફુલછોડ, ઓર્ગનીક મગ (૧ કિલો  ના ૮૦ રૂપિયા), રાહત દરે લીંબડા સાબુ, આદુ (૧ કિલોના ૬૦ રૂપિયા), કપડાની થેલી (પ અને ર૦ રૂપિયા).

દેશી મુખવાસ, વિવિધ જાતના માટીના વાસણો, લીલા નાળીયેર (રૂપિયા ર૦), પૂઠાના ચકલીઘર (રૂપિયા ૧૦), પ્લાસ્ટિક ના ચબુતરા (રૂપિયા-૧૦) બીજોરાનું સરબત (રૂપિયા ૧૦), તરબુચ (૧ કિલોના ૧૦ રૂપિયા), વિવિધ જાતના દેસી શાકભાજીના બિયારણ (રૂપિયા ૧૦).

મધ (પ્રવાહી સોનું) : મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કીડની ને ફાયદો થાય છે, ચરબી ઓછી કરે છે, કબિજયાત દૂર થાય છે., સવારે નાસ્તામાં રોટલી સાથે ખાય શકાય, ઉનાળામાં મધનું સરબત ઉતમ છે. અહી માત્ર ર૪૦ ના કિલોના હિસાબે વેચાણ થાય છે.

ફુલછોડ : કાશ્મીરી અને ઇંગ્લીશ ગુલાબ (૧પ જાતના રંગ વાળા)ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રિશ્મસ ટ્રી, એકશ્ઝોરા, પ્રોટોન વિગેરે રાહત દરે મળશે.

અગરબતી : ઘર બેઠા રોજગારીનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારિત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે, આપ આ અગરબતીઓ લઇ રોજગારી નિર્માણ ના કાર્યમાં સહકાર આપશો.

દેશી બિયારણ વિવિધ જાતના શાકભાજીના દેસી બીયરણો જેવા કે દૂધી, રિંગણા, ચોળી, સરગવો, પપૈયા, ગાજર, પાલખ વિગેરેના નાના પકેટો (રૂપિયા ૧૦) દેસી બીયરણો ખતમ થતા જાય છે, તેની જાળવાણી થાય તે માટે આપ આ બિયારણ વાવી દેસી બિયારણ બચાવવાની ઝુંબેશમાં સહયોગ આપશો.

તરબુચ : ખેડૂતો એ ઓર્ગેનીક રીતે પકવેલા તરબુચનું સીધું વેચાણ (૧ કિલોના ર૦ રૂ.), ફીંડલો સરબત : હાથલા થોરના પાકા ફળમાંથી બનાવેલ સરબતની બોટલો બજારમાં ર૦૦ રૂપિયાની મળતી હોઇ છે, અહી આ બોટલો ૧૦૦ રૂપિયાની કિંમતમાં વેચાણ થાય છે, આ સરબતમાં કોઇ પણ જાતનું કેમિકલ નાખેલ નથી જે પૂરે પુરું કુદરતી  છે.

દેસી અથાણા : હાથ બનાવટના કેમિકલ વગરના દેસી અથાણાઓનું અહી વેચાણ થાય છે.

એલોવેરા જેલ, અલોવેરા જયુસ અને સપ્ત્ચુર્ણ રાહત દરે મળશે.

આદુઃ આદુનું સેવન કરવાથી કફ અને પિતમાં ફાયદો થાય છે, પાચનક્રિયા સુધારે છે, સ્થૂળતા અને મેદ ઘટાડે છે, હૃદયને ફાયદો કરે છે, આદુંનો ઉપયોગ કોઇ પણ ઋતુમાં થઇ શકે છે.

વિવિધ જાતના પીણાના પાવડરો : આમળાં, પંચામૃત, ઠંડાઇ, ફુદીના, લીંબુ, આદુ, લેમન હર્બલ ટી, અર્જુન ટી. આ બધા પાવડરો ઓર્ગનીક છે અને પ્રવાસમાં પાવડર ખુબ જ કામ આવે છે, તાત્કાલીક સરબત બનાવી શકાય છે, સ્ફૂર્તિ મળે છે અને ખેત પેદાસમાં તૈયાર થયેલી વસ્તુઓ હોઇ આ વસ્તુઓના ઉપયોગથી ખેડૂતોને રોજગારી મળે છે.

વિવિધ જાતના સૂપ : પાણી ઉકાળી તેમાં એક કપમાં અડધી ચમકી હિસાબે પાવડર ભેળવવો. જેમાં પાલક, મકાઇ, ટામેટા વિગેરે જેવા સુપો આવે છે.

લીંબડાનો ગળો : ૧૦ રૂપિયામાં એક નાનું પેકટ મળે છે. વિવિધ જાતના  શાકભાજીઃ ખેડૂતોએ પોતાના ખેતરમાં પકવેલ શાકભાજી  અહી સીંધુ વેચાણ કરવા આવે છે.

આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્થા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા વિનામુલ્યે કરી આપે છે.

આ પ્રવૃતિ નવા સ્થળે નાના મવા સર્કલ ૧પ૦ ફુટ રીંગ રોડ, પેટ્રોલ પંપની બાજુમાં રાજકોટ ખાતે તા. ૧ (દર રવિવાર) સમય સવારે ૯ થી ૧ દરમિયાન ચાલશે. વધારે વિગતો માટે વી. ડી. બાલા, મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે. (પ-ર૪)

 

(2:52 pm IST)