Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

વિધાનસભા ૭૦ વિસ્તારમાં ઓડીટોરીયમ બનાવવા માંગણી ઉઠાવતા ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા. ૩૧ : ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે નાયબ મુખ્યમંત્રી અને રોડ બિલ્ડીંગનો હવાલો સંભાળતા નીતિનભાઇ પટેલને પત્ર પાઠવી વિધાનસભા ૭૦ વિસ્તારમાં એક નવા ઓડીટોરીયમનું નિર્માણ કરવા રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે વિધાનસભા ૬૮ માં એક અટલબિહારી બાજપાઇ ઓડીટોરીયમ છે અને ૬૯ માં અરવિંદભાઇ મણીઆર હોલ, હેમુ ગઢવી હોલ, પ્રમુખ સ્વામી હોલ એમ કુલ ૩ ઓડીટોરીયમ આવેલા છે. જયારે વિધાનસભા ૭૦ - ૭૧ ના બે વોર્ડ નં. ૧ર અને ૧૮ કે જે વિધાનસભા ૭૦ ની બોર્ડરના વોર્ડ છે  ત્યાં જો નવું ઓડીટોરીયમ બનાવવામાં આવે તો લેખે ગણાશે. આ વિસ્તારમાં પ્રાથમિકથી માંડી કોલેજ સુધીના અભ્યાસક્રમની અનેક સંસ્થતાઓ આવેલી હોય ઓડીટોરીયમનો સદ્દઉપયોગ થશે. તેમ અંતમાં ગોવિંદભાઇ પટેલે જણાવેલ છે. (૧૬.૨)

(2:17 pm IST)