Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

એટ્રોસીટીનો કાયદો પાંગળો કરી દેવાયો, જેના વિરોધમાં સોમવારે રાજકોટમાં ધરણા

સુપ્રીમના ચુકાદાને રદ્દ કરવાની માંગ સાથે રીવ્યુ પીટીશન ફાઈલની માંગ

રાજકોટ, તા.૩૧: એટ્રોસીટી એકટ- ૧૯૮૯ અંતર્ગત ચાલતા કેશમાં સુપ્રિમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો તે ભારત દેશની ૪૦ કરોડની વસ્તી ધરાવતા સમુહને અન્યાયકર્તા હોવાનું રાજકોટ શહેર અનુસુચિત જાતિ/ અનુ.જન જાતિ સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ ચુકાદાને સત્વરે રદ કરવા ભારત સરકારે પ્રિવન્સ ઓફ એકટ હેઠળ રીવ્યુ પીટીશન ફાઈલ કરવા માંગણી કરવામાં આવે છે. તેમજ આ ચુકાદાના વિરોધમાં તા.૨ એપ્રિલના સોમવારે ભારત બંધ એલાન આપવામાં આવેલ છે. તેના ભાગરૂપે અને સમર્થનમાં રાજકોટ શહેર તથા ગ્રામ્યના અનુસુચિત જાતિ અને અનુસુસિચત જન જાતિ સમુદાયના તમામ સંગઠનો કર્મચારી યુનિયનો, સામાજીક સંગઠનો, સામાજીક આગેવાનો, ચુંટાયેલા પ્રજા પ્રતિનિધીને તા.૨ના રોજ સવારે ૧૦ કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્રીત થઈ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં અનુસુચિત જાતિ તથા અનુસુચિત જન જાતિ સમુદાયના તમામ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ તેમજ આગેવાનોએ સમયસર આ ચુકાદાની વિરોધમાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.

તસ્વીરમાં સર્વેશ્રી કે.બી.રાઠોડ (૯૭૨૬૬ ૦૦૨૧૬), નરેશભાઈ પરમાર (૯૮૨૫૩ ૧૫૩૮૭), સુરેશભાઈ બથવાર (૯૯૭૯૧ ૯૫૦૦૭), નરેશભાઈ સાગઠીયા, પી.પી.શ્રીમાળી, રમેશભાઈ કોલી, સી.કે.રાઠોડ, પ્રવિણ ચાંડયા, ભવાનભાઈ ગોહિલ, હેમતભાઈ મયાત્રા, અનિલભાઈજાદવ, દિપકભાઈ પુરબીયા, જીતેન્દ્રભાઈ મહીડા, ગોવિંદભાઇ વઘેરા, રમેશભાઈ મુછડીયા, પરેશભાઈ સાગઠીયા, માવજીભાઈ રાખસીયા, જગદીશભાઈ ચૌહાણ, જીતેન્દ્રભાઈ વાગડીયા, પ્રવિણભાઈ સાગઠીયા, અશોકભાઈ દામોદરા, નરેન્દ્રભાઈ રાઠોડ, હિતેષભાઈ પરમાર, મહેશ જીતિયા, મનોજભાઈ ગેડીયા, નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૮)

(2:16 pm IST)