Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

શેહર પોલીસની દારૂની ડ્રાઇવઃ ૨૨ દરોડામાં ૯ મહિલા સહિત ૧૬ પકડાયાઃ છ ભાગી ગયા

એક સગીરને વિદેશી દારૂની બે બોટલ સાથે પકડી લેવાયોઃ ઠેર-ઠેર વાહન ચેકીંગની પણ ઝુંબેશ

રાજકોટ તા. ૩૧: શહેર પોલીસે હનુમાન જયંતિની આગલી સાંજે દારૂની ડ્રાઇવ યોજી ઠેર-ઠેર દરોડા પાડ્યા હતાં. બાવીસ દરોડામાં ૯ મહિલા સહિત ૧૬ પકડાયા હતાં. જેમાં એક સગીર વિદેશી દારૂની બે બોટલ સાથે ઝપટે ચડ્યો હતો. જ્યારે બે મહિલા સહિત ૬ ભાગી દારૂ રેઢો મુકી ભાગી ગયા હતાં. ઉપરાંત ચાર દિવસથી શરૂ થયેલી વાહન ચેકીંગ ઝુંબેશ પણ યથાવત રાખવામાં આવી છે. ઠેર-ઠેર મુખ્ય માર્ગો પર સઘન ચેકીંગ થયું હતું.

 

ભવાનીનગર-૩માંથી ભરત મગનભાઇ ચોૈહાણને રૂ. ૬૦ના દેશી દારૂ સાથે, વિનોદ ઉર્ફ વનેશ સોમાભાઇ કોળીને રૂ. ૬૦ના, ગોંડલ રોડ રાજ પાઉભાજી સામેથી કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને રૂ. ૬૦૦ના બે બોટલ દારૂ સાથે, મોરબી રોડ ગણેશ પાર્કમાંથી વસંતબેન મનોજ સોલંકીને રૂ. ૮૦ના, પ્રકાશ નાથાભાઇ દેલવાડીયાને રૂ. ૮૦ના, મોરબી રોડ વેલનાથપરાની ભાનુ પ્રકાશ સોલંકીને રૂ. ૧૦૦ના, જંગલેશ્વર બુધ્ધનગર પાસેથી ભાવેશ મોતીભાઇ સોલંકીને રૂ. ૧૦૦ના, રૂખડીયાપરામાંથી ઇસ્માઇલ આમદભાઇ શેખને રૂ. ૪૦૦ના, હનુમાન મઢી પાછળ રંગ ઉપવનના ગેઇટ પાસેથી વીરી પ્રેમજી વાજેલીયાને રૂ. ૬૦ના, ગાંધીગ્રામ-૧માંથી રાજેન્દ્રસિંહ વેલુભા ઝાલાને રૂ. ૮૦ના દારૂ સાથે, નવાગામ આણંદપરની મધુ સુરેશ મકવાણાને રૂ. ૬૦ના, આજીડેમ ચોકડીથી આગળ વરૂણ કોલ્ડ સ્ટોરેજ નજીકથી સંગીતા દિલીપ શેખલીયાને રૂ. ૧૨૦ના, કાલાવડ રોડ શનિવારી પાસેથી દિલા કાજુ જખાનીયાને રૂ. ૪૦૦ના દારૂ અને ૧૦૦૦ના આથા સાથે, કાલાવડ રોડ ચંદુભાઇની વાડી પાછળથી વલકુ ભીખા સાડમીયાને રૂ. ૮૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં.

પોલીસે કુબલીયાપરા મચ્છી ચોકમાંથી પૂનમ ચંદુ દેવીપૂજક પાસેથી રૂ. ૪૦૦નો દારૂ, લોધેશ્વર સોસાયટીમાંથી લત્તા બાબુ ઝરીયા પાસેથી રૂ. ૮૦નો, કેકેવી હોલ પાછળ ઝૂપડામાંથી રાધા અનિલ સોલંકીને પાસેથી રૂ. ૧૨૦નો, કુબલીયાપરાની પારૂ વિનુ સોલંકી પાસેથી રૂ. ૫૦૦નો દારૂ જપ્ત કરાયો હતો.

જ્યારે બે મહિલા સહિત ૬ દારૂ રેઢો મુકી ભાગી ગયા હતાં. જેમાં નાડોદાનગર નદી કાંઠેથી મુકતા લક્ષમણ કોળીને રૂ. ૧૬૦નો દારૂ રેઢો મુકી ભાગી ગઇ હતી.  તેમજ કીટીપરામાં બીજલ દેવા દેવીપૂજક પોલીસને જોઇ રૂ. ૧૦૦ દારૂ ફેંકી, લોહાનગરનો દિપક વજેસીંગ જાદવ ગોંડલ રોડ ઓવર બ્રિજ પાસે રૂ. ૧૦૦નો દારૂ ફેંકી,  રૈયાધારનો શિવા ધીરૂ દેવીપૂજક રૂ. ૩૦૦નો દારૂ, રૈયા ગામની ધની રાયધન જખાનીયા રૂ. ૩૦૦નો, રૈયાધારનો રાજેશ ઉર્ફ રાજુ ગોવિંદ સાડમીયા રૂ. ૩૦૦નો દારૂ રેઢો મુકી ભાગી ગયા હતાં.

હદપાર મંજુ પકડાઇ

યુનિવર્સિટી રોડ શાંતિનગર મફતીયાપરાની મંજુ રામભાઇ રાઠોડ (ઉ.૪૭) નામની દેવીપૂજક મહિલા હદપાર હોવા છતાં તેના ઘર પાસે આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના અમીનભાઇ ગફારભાઇએ પકડી લીધી હતી. (૧૪.૭)

(2:14 pm IST)