Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

તને તો ગામડે લઇ જઇ મારી જ નાંખવી છે... નેહલ કોળીને પતિ-સાસરિયાની ધમકી

હાલ જયપ્રકાશનગરમાં રહેતી પરિણીતાની મંછાનગરમાં રહેતાં પતિ લાલજી, સાસુ અને ચાર જેઠ વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૩૧: હાલ ભગવતીપરા જય પ્રકાશનગર-૧૨માં રહેતી નેહલબેન લાલજી સાબરીયા (ઉ.૨૨) નામની કોળી પરિણીતાને મંછાનગરમાં રહેતાં પતિ-સાસરિયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ કરી છે.

 

મહિલા પોલીસે નેહલબેનની ફરિયાદ પરથી મંછાનગરમાં કરિયાણાની દૂકાન પાસે રહેતાં તેણીના પતિ લાલજી ગોવાભાઇ સાબરીયા, સાસુ હીરૂબેન ગોવાભાઇ અને ચાર જેઠ ભોળાભાઇ ગોવાભાઇ,  ભરતભાઇ ગોવાભાઇ, ધનજીભાઇ ગોવાભાઇ તથા ઠાકરશીભાઇ ગોવાભાઇ સામે ગુનો નોંધ્યો છે. લગ્ન જીવનના બે મહિના બાદથી જ પતિ સહિતનાએ એકબીજાની ચઢામણી કરી નાની-નાની વાતે ગાળો દઇ મારકુટ કરી તેમજ આને તો ગામડે લઇ જઇને મારી જ નાંખવી છે તેવી ધમકી આપી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યાનું તેમજ પતિએ દારૂ પી મારકુટ કર્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. હેડકોન્સ. ગીતાબેન પંડ્યાએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(2:14 pm IST)