Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

મુંબઈમાં લોહાણા સમાજ દ્વારા પરિચય મેળો : રાજકોટમાં ફોર્મ વિતરણ શરૂ

રાજકોટ, તા. ૩૧ : સમગ્ર વિશ્વના ૩૦ લાખ રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પ્રેરિત શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ દ્વારા આયોજીત શ્રી લોહાણા સમાજ સંગઠન (કોંકણ વિભાગ) અને શ્રી લોહાણા સ્વયંસેવક મંડળના સથવારે જીવનસાથી પાત્ર પસંદગી પરિચય મિલન મેળાવડો વર્ષ ૧૯૭૧ સાલ પછી જન્મેલા ઉમેદવારો માટે પ્રવેશ સમિતિ રહેશે. આ સમારોહ મંગળવાર તા.૧લી મે, ગુજરાત- મહારાષ્ટ્ર ડે, જાહેર રજાના દિવસે યોજાશે. ફોર્મ જમા કરવાની અંતિમ તા.૧૦ એપ્રિલ છે. ફોર્મ મુખ્ય કાર્યાલય શ્રી લોહાણા ભવન, સેકટર ૧૦, પ્લોટ નં. ૧૪, ડીમાર્ટની પાસે, કોપર ખૈરાણે, નવી મુંબઈ- ૪૦૦ ૭૦૯ ફોન : ૦૨૨-૨૭૫૪૫૨૯૪/ ૦૯૮૩૩૩ ૧૪૫૧૪ પરથી મળી શકશે.

આયોજન અંગે લોહાણા સમાજ નવી મુંબઈના શ્રી હિંમત સોમૈયા (ટ્રસ્ટી-સંયોજક) મો.૦૯૮૯૨૧ ૮૯૬૬૬, ધર્મેન્દ્રભાઈ કારીયા (ટ્રસ્ટી) મો. ૦૯૩૨૨૨ ૬૧૯૩૦, સંજયભાઈ પલણ (પ્રમુખ) મો. ૦૯૮૨૧૧ ૫૬૮૭૭, હર્ષદભાઈ મણીધર (ઉપપ્રમુખ) મો. ૦૯૬૧૯૭ ૦૮૫૮૫, વિજયભાઈ ગણાત્રા (મંત્રી) મો. ૦૯૩૨૨૨ ૨૭૭૬૭, રવિન્દ્રભાઈ પલણ (કોષાધ્યક્ષ) મો. ૦૯૮૨૦૧ ૭૭૭૬૫, વિશાલભાઈ ચંદે (સહમંત્રી) મો.૦૯૮૨૦૩ ૨૦૪૩૨, નિલેશભાઈ અમલાણી મો. ૦૯૮૨૦૩ ૫૮૦૭૧, અનસુયાબેન ચોથાણી (કન્વીનર) મો. ૦૯૨૨૧૨ ૩૮૧૮૮, ભાવનાબેન કેસરીયા (ઉપપ્રમુખ) મો. ૯૮૨૧૨ ૭૯૨૭૨, પ્રીતિબેન સોમૈયા (સહમંત્રી) મો. ૦૯૩૨૨૯ ૯૮૦૭૬, દિવ્યાબેન કોટક મો. ૦૯૩૨૨૦ ૮૦૮૦૦, નિપાબેન શૈલેષભાઈ મો. ૦૯૯૩૦૭ ૯૮૭૮૭, નિધીબેન પલણ મો. ૦૯૮૩૩૮ ૭૩૬૬૫, અરૂણાબેન કસરીયા મો. ૦૯૮૨૦૨ ૨૬૯૬૬, શ્વેતાબેન કાપડીયા મો.૦૯૭૬૯૦ ૦૦૬૯૧ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. ફોર્મનો ચાર્જ રૂ.૫૦૦ છે. રાજકોટમાં ફોર્મ મેળવવા માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪ ૬૬૬૬૩), સ્વ.લખુભાઈ પાબારી (એસ. કુમાર એન્ડ કાંુ. મો. ૯૮૭૯૩ ૯૭૩૦૪), જગુભાઈ રૂપારેલીયા (મો.૯૪૨૮૩ ૪૯૫૦૧) ભુપેન્દ્રભાઈ ઉનડકટ અને રમેશભાઈ ઠક્કર  (મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬)નો સંપર્ક કરવા જણાવાયુ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:04 pm IST)