Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

નવ- નવ દિવસ તપ- આરાધના સાથે જૈનોની

આયંબિલ ઓળીની પૂર્ણાહૂતીઃ કાલે પારણા

રાજકોટ, તા.૩૧: જૈન સમાજે ચૈત્રી આયંબીલ ઓળીમાં તપ- આરાધના કરેલ. આજે ઓળીની પૂર્ણાહૂતિ થશે. કાલે પારણાના કાર્યક્રમો યોજશે. પૂ.ગુરૂભગવંતોએ નવ- નવ દિવસ નવપદ ઉપર દરરોજ પ્રેરણાદાયી પ્રવચન ફરમાવેલ. આયંબીલની ઓળી દરમિયાન આરાધકોએ સ્વાદ પર વિજય મેળવી આ ચૈત્રી ઓળીની આરાધના કરેલ.

સમસ્ત રાજકોટમાંં બીરાજમાન ઉપકારી પૂ.સાધુ- સાધ્વીજીઓએ ચૈત્ર માસની આયંબિલ ઓળીના સતત નવ દિવસ સુધી પંચ પરમેષ્ઠી તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ નવ પદ ઉપર સુંદર મજાનું મનનીય અને પ્રેરક પ્રવચન ફરમાવેલ. ધર્મ નગરી રાજકોટ શહેરના વિવિધ ઉપાશ્રય- આયંબિલ ભવનોમાં સળંગ નવ- નવ દિવસ સુધી આરાધકોએ આયંબિલ તપની આરાધના કરી કર્મથી હળવા ફૂલ બની જિન શાસનની આન- બાન અને શાન વધારેલ. હે તપના અનુરાગી..તમે પુરા સદભાગીના નાદ ગૂંજયા. કાલે વિવિધ સ્થળોએ તપસ્વીઓના પારણા યોજાશે.

નવદિવસ ધર્મસ્થાનકોમાં નાલંદા સંઘ ૨૪૦, સરદાનગરસંઘ ૧૦૦, નેમિનાથ- વિતરાગ સંઘ ૯૩, અજરામર સંઘ ૮૫, મહાવીરનગર સંઘ ૭૯, રોયલ પાર્ક સંઘ ૭૨, વખારીઆ સંઘ ૭૦, સંઘાણી સંઘ પ્રહલાદ પ્લોટ ૬૯, ઈન્દ્રપ્રસ્થનગર સંઘ ૬૭, વિરાણી પોષધ શાળા- મોટા સંઘ ૫૯, નવકાર મંડળ ૪૯, ઉવસગ્ગહર સાધના ભવન ૪૫, ઋષભદેવ સંઘ ૪૦, ગીત ગુર્જરી સંઘ ૪૦, શ્રમજીવી સંઘ ૩૯, મનહર પ્લોટ સંઘ ૩૮, જૈન ચાલ સંઘ ૩૭, ગોંડલ રોડ વેસ્ટ સંઘ ૩૫, સદર સંઘ ૩૦, ભકિતનગર સંઘ ૨૯, શેઠ ઉપાશ્રય ૨૮, વૈશાલીનગર સંઘ ૨૩, આ ઉપરાંત રેસકોર્ષ પાર્ક સંઘ, રામકૃષ્ણનગર સંઘ, આનંદનગર સંઘ, સરિતા વિહાર સંઘ સહિત અનેક ક્ષેત્રોમાં તપસ્વીઓએ નવ દિવસ સુધી આયંબિલ તપની સુંદર આરાધના કરી ધર્મલાભ મેળવ્યો હોવાનું મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

(2:48 pm IST)