Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

ભીલવાસમાં ભંગારના ડેલામાં ભીષણ આગઃ લાખોનું નુકશાન

વહેલી સવારે સાડાપાંચે ભભુકેલી આગ ચાર કલાકે કાબુમાઃ કોઇએ ફટાકડા ફોડતાં તણખાથી આગ લાગ્યાનું ડેલાના માલિક દિનેશભાઇ મેનું કથનઃ પસ્તી, લોખંડ, પ્લાસ્ટીકનો મોટો જથ્થો ખાકઃ પતરાનો શેડ તુટી પડયોં

ભીલવાસમાં આગઃ ભીલવાસમાં શ્રી રોકડીયા હનુમાનજીના મંદિર પાછળ આવેલ 'ન્યુ જલારામ ટ્રેડર્સ નામના ભંગારના ડેલામાં વહેલી સવારે ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જાણ થતા ફાયરબ્રિગેડ સ્ટાફ નવ ફાયર ફાઈટર સાથે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. પ્રથમ તસ્વીરમાં ફાયરબ્રિગેડના ફાયરમેન ડેલાના પહેલા માળે બારી તોડી આગ બુજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાજુમાં ફાયરબ્રિગેડના બંબા તથા નીચેની તસ્વીરમાં ડેલાના માલિક તથા લોકોનું ટોળુ અને છેલ્લી તસ્વીરમાં આગના કારણે ધુમાડાના ગોટેગોટા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૩૧: ભીલવાસમાં મંદિરની પાછળ આવેલ ન્યું જલારામ ટ્રેડર્સ નામના ભંગારના ડેલામાં વહેલી સવારે ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળપર પહોંચી આગ કાબુમાં લીધી હતી કોઇએ ફટાકડા ફોડતા તેનો તણખો પડતા ડેલીમાં આગ લાગી હોવાનું ડેલાના માલિકે જણાવ્યું છે.

મળતી વિગત મુજબ રૈયારોડ આમ્રપાલી પાછળ સાંઇબાબાના મંદિર પાસે રહેતા દિનેશભાઇ કરશનભાઇ મેં ભીલવાસમાં શ્રી રોકડીયા હનુમાનના મંદિર પાછળ આવેલ ન્યુ જલારામ ટ્રેર્સ્સ નામના ડેલામાં વહેલી સવારે ૫:૩૦ વાગ્યા આસપાસ આગ લાગતા ડેલા માંથી ધુમાડો નીકળતો જોતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ડેલાની આ;પાસ રહેવાસીઓએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ તાકીદે નવ ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. જાણ થતા ડેલાના માલીક દિનેશભાઇ કરશનભાઇ મેં પણ સ્થળ પર દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડ સ્ટાફે સતત પાણીનો મારો ચલાવી ચાર કલાકની જાહેમત બાદ હતા.

આગ લાગવાના કારણે ડેલાના ઉપરના માળે પતરાનો શેડ પડી ગયો હતો. આગમાં પસ્તી, લોખંડ, પ્લાસ્ટીકનોમોટો જથ્થો તથા ઇલેકટ્રીક વાયરીંગ અને ટેબલ, ખુરશી બળીને ખાક થઇ ગયા હતા.

આ બનાવમાં ડેલાના માલીક દિનેશભાઇ એ જણાવ્યુ હતુ કે રાત્રે ૧૦.૩૦ વાગ્યે પોતે ડેલામાં નિત્યક્રમ મુજબ લાઇટની મેઇન સ્વીચ બંધ કરી ડેલાને તાળુ મારી ઘરે જતા રહ્યા હતા. તથા તેના બહેન વાસ્વીબેન સોલંકીએ જણાવ્યુ હતું કે શેરીમાં કોઇએ ફટાકડા ફોડતા તેનો તણખો પડવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. આગમાં અંદાજે પ૦ લાખનું નુકસાન થયુ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે.

(4:13 pm IST)