Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

મોડી રાત્રે ૪૭ નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપતા કલેકટરઃ સીટી પ્રાંત-૧ માં રાણા શીરેસ્તેદાર

પુરવઠાના હેડ કલાર્ક ધ્રુવઃ કાંસૂદ્રા બીનખેતીમાં તો સાંચલા મહેસુલ અપીલમાં મૂકાયા : કવાડીયા હિસાબી શાખામાં: વસાણી મહેસુલમાં: જૂની તારીખથી બદલીની અસર અપાઇ

રાજકોટ તા. ૩૧ :.. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મહેકમ પુરૂ થયા બાદ હવે બે મહિને રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ બદલીનો ગંજીપો ચીપ્યો છે, અને મોડી રાત્રે ૪૭ જેટલા નાયબ મામલતદારોની બદલીનો ઓર્ડર કરતા હુકમો કર્યા છે.

આ બદલીમાં સીટી પ્રાંત-૧ માં ઇન્ચાર્જ તરીકે રહેલા રાણા લાવડીયાને ત્યાં જ શીરેસ્તેદાર બનાવી દેવાયા છે, તો પુરવઠામાં હેડ કલાર્ક તરીકે નીલેશ ધ્રુવને મૂકાયા છે.

બીનખેતીમાં ચાર્જમાં રહેલા કવાડીયાને હિસાબી શાખામાં અને મહેસુલના કાંસૂદ્રાને બીનખેતીમાં મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત મહેસુલ અપીલની મહત્વની પોસ્ટ ઉપર અત્યંત અનુભવી શ્રી સાંચલાની નિમણુંક કરાઇ છે.

તાલુકા મામલતદાર કચેરીના વિજય વસાણીને મહેસુલમાં મુકાયા છે.

કલેકટરશ્રીએ ૩-૩-ર૦૧૮ ની પાછલી તારીખથી બદલીની અસર અપાઇ છે, તમામને જોઇનીંગ ટાઇમ પણ અપાયો છે.

બદલીના અન્ય ઓર્ડરોમાં કે. જી. સખીયા પુરવઠામાં, એ. એસ. દોશી તાલુકા મામલતદાર કચેરીમાં, વિનય શેઠ, પુરવઠા ઇન્સ્પેકટર તરીકે પણ યુએલસી શાખાની કામગીરીની સુચના શ્રી બી. જે. નથવાણી,  સીટી પ્રાંત-ર માં, આર. કે. વાછાણી પુર્વ મામલતદાર કચેરી, પુરવઠાના ફીરોઝભાઇ પૂર્વ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર બન્યા છે.

આ ઉપરાંત પુરવઠાની ઝોન-ર ના ઝોનલ ઓફીસર ટીમ્બડીયાને પશ્ચિમ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર, અને એમ. વી. ડઢાણીયાને ઝોન-ર પુરવઠામાં મુકવામાં આવ્યા છે.

એચ. ડી. રૈયાણીને શીરેસ્તેદાર રાજકોટ પ્રાંત-ર, તથા જી. એચ. રૂપાપરા, રાજકોટ સીટી પ્રાંત-૧ માં નથવાણીની જગ્યા ઉપર મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત એ. એમ. ટીલાળા, પશ્ચિમમાંથી દક્ષિણ મામલતદાર કચેરીમાં મૂકાયા છે.

અન્ય બદલીઓમાં વાય.ડી. સોનપાલ, શ્રીમતી પી. એ. પડીયા, શ્રીમતી એમ. યુ. ઓઝા, જે. ડી.કોટક, એસ. એન. સુચક, જે. એલ. રાજીવાઢા, પી. ડી. ચૌહાણ, જે.બી. ગઢવી, જે. બી. જાડેજા, એચ. પી. કોરાટ, એમ. આર. જોષી, એન. એચ. મહેતા, એચ. ડી. જોષી, એસ. કે. ઉંધાડ, એસ. આર. મણવર, આર. જી. લુણાગરીયા, ડી. એસ. બરંડા, બી. પી. બોરખતરીયા, વિગેરેનો સમાવેશ થાય છે.

(11:49 am IST)