Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

ડો. વસાવડાને રાહુલજીએ અણસાર આપી દીધો હતો કે સાતવને ગુજરાત સોંપાશે

પ્રદેશ મહામંત્રીએ રાજીવજીની વરણીને આવકારી

રાજકોટ, તા. ૩૧ :. રાજ્ય પ્રભારી તરીકે નિમાયેલા રાજીવ સાતવને ગુજરાત કોંગ્રેસ જવાબદારી સુપ્રત કરાશે તેવો અણસાર રાહુલ ગાંધીએ અગાઉ જ આપી દીધો હતો. આજે પ્રદેશના પદભાર સમારંભ અંગે વિગતો જાણવા અકિલાએ ડો. હેમાંગ વસાવડાનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે અકિલાને જણાવ્યુ હતુ કે, વિધાનસભા ચૂંટણી પહેલા જ્યારે રાહુલ ગાંધીનું તેડુ આવતા તેઓ દિલ્હી તત્કાલીન કોંગ્રેસ ઉપાધ્યક્ષને મળ્યા ત્યારે રૂબરૂ વાતચીત દરમ્યાન રાહુલજીએ એવો આડકતરો ઈશારો કરી દીધો કે ચૂંટણી પછી રાજીવ સાતવે જ ગુજરાતની કામગીરી સંભાળવાની છે.

રાજ્ય પ્રભારી તરીકે નિમાયેલા રાજીવ સાતવની વરણીને પ્રદેશ મહામંત્રી ડો. હેમાંગ વસાવડાએ આવકારી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી વખતે પોતાની ધમધમતી તબીબી પ્રેકટીસ વચ્ચે પણ ડોકટર સૌરાષ્ટ્રભરમાં સહપ્રભારી રાજીવ સાતવની સતત સાથે રહ્યા હતા.

(11:48 am IST)