Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

કર્મચારી સોસાયટીના હર્ષ દવે પર સૌરાષ્ટ્ર કલામાં સસરા-મોટા સસરા અને સાળાનો હીચકારો હુમલો

બ્રાહ્મણ યુવાને બાવાજી યુવતિ સાથે લવમેરેજ કર્યા છેઃ સાસુ પોતાના ઘરે રોકાયા હોઇ તેને સસરા રાજુભાઇ ગોસ્વામી પરાણે તેડવા આવતાં માથાકુટઃ પોતે સમજાવવા જતાં હુમલો

રાજકોટ તા. ૩૧: ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર સરકારી કર્મચારી સોસાયટી-૧૦માં રહેતાં અને કનૈયા ચોકમાં જમીન-મકાન લે-વેંચની ઓફિસ ધરાવતાં હર્ષ મહેશભાઇ દવે (ઉ.૨૮) પર રાત્રીના બે વાગ્યે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં તેના સસરા રાજુભાઇ ગોસ્વામી, મોટા સસરા દિલીપભાઇ ગોસ્વામી, તેના પુત્ર સંદિપ ગોસ્વામી અને મોટા સસરાના મિત્ર ખેંગાર ભરવાડ સહિતનાએ ધોકાથી હુમલો કરી હાથ-પગ-શરીરે બેફામ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. હર્ષના ધર્મપત્નિ શિતલબેનના કહેવા મુજબ મેં પાંચ વર્ષ પહેલા લવમેરેજ કર્યા છે અને સંતાનમાં એક પુત્રી છે. મારા પતિ અને પિતા રાજુભાઇ ગોસ્વામી બંને જમીન-મકાન લેવેંચનું કામ કરે છે. મારા પિતા રાજુભાઇ અને માતા મુકતાબેન વચ્ચે બે દિવસ પહેલા માથાકુટ થઇ હોઇ જેથી માતા મારા ઘરે આવીને રોકાયા હતાં. ગત રાત્રે પિતા તેણીને પરાણે તેડવા આવતાં મારા માતા સાથે ન જતાં ચડભડ થઇ હતી. આ બાબતે પતિ હર્ષ મારા પિતાને સમજાવવા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં તેના ઘરે જતાં તેના પર હુમલો કરાયો હતો. પી.એસ.આઇ. એન. બી. ડાંગર અને ભગીરથસિંહે ફરિયાદ નોંધવા કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(10:09 am IST)