Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ઓખાથી વણી રોડ સુધીના જર્જરીત માર્ગને તાત્કાલીક રીપેર કરાવો : રાજકોટ મંડળ

હિરેન મહેતા અને તેમની ટીમની રેલ્વે મેનેજર ગુપ્તાજી સાથે મુલાકાત

રાજકોટ : જનરલ મેનેજર એ.કે. ગુપ્તાજી રાજકોટ મંડલની મુલાકાતે આવતા વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના નેતા હિરેન મહેતા અને ટીમના ડી.એસ. શર્મા, આર.એસ. ચૌધરી, વિક્રમસીંગ, કેતન ભટ્ટી, શ્રીમતિ અવની ઓઝા, પ્રફુલાબેન, દક્ષાબેન, જયશ્રીબેન, પુષ્પાબેન, ધર્મિષ્ઠાબેન, પૈઝાએ ભાવભીનું સ્વાગત કરી કેટલાક પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. રેલ્વે કોલોની ઓખાથી વણીરોડની જર્જરીત હાલત સુધારવા, રેલ્વે કોટામાં ટી.સી. એ.સી.સી. સીલેકશનના ગ્રુડ પે સંદર્ભે, ટિકીટ એકઝામીનીરના જીડીસીએ કોટા પૂર્ણ કરવા, એ.એલ.પી. ફીકસેશન, દ્વારકા હોલીડે હોમની જર્જરીત હાલત, મોરબીમાં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરવા સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી.

(૧) રાજકોટ મંડળની વિવિધ રેલ્વે કોલોની ઓખાથી વણીરોડ સુધીના જર્જરીત માર્ગને તાત્કાલીક રીપેર કરાવો. (૨) રેન્કર કોટામાં જે સિલેકશન તંત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેમાં ટીસી, એસીસીના સિલેકશનના ગ્રેડમાં વધારો કરવો. (૩) ટીકીટ એકઝામીનરની જીડીસીઈમાં ૨૫ ટકા કોટા જે ૨૦૧૩માં રજૂ કરવામાં આવ્યો છે જે જલ્દી ભરવામાં આવે (૪) એએલપીનું ફિકશેસન જે રાજકોટ મંડળમાં ૧૯૩૦૦ના હિસાબે કરવામાં આવે છે તે સાતમા પગારપંચ મુજબ ૨૩૧૦૦ કરવુ. જેના માટે સીપીઓ શ્રી સંજય સુરીજીએ આશ્વાસન આપ્યુ છે. (૫) દ્વારકા હોલીડે હોમના જર્જરીત હાલતની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એસબીએફ પાસેથી ફંડ પાસ કરાવી આપવામાં આવશે. (૬) મોરબીમાં મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ સાથે રેલ્વે કર્મચારીઓની સારવાર અર્થે ટાયઅપ કરવામાં આવશે. (૭) સ્વર્ગીય કર્મચારી ચેતન બાલાના રિમૂવ ફોર્મ સર્વિસ બાદ ફરીથી ડ્યુટી ઉપર હાજર થવા ફરમાન આપેલ. જે ઓર્ડર મળ્યા પહેલા જ તેઓનું દુઃખદ અવસાન થયેલ. તેઓના પરિવારને સીજીઓનો લાભ મળવો જોઈએ.

(3:41 pm IST)