Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

રાજકોટ જિલ્લા પંચાયતનું નવા વેરા વિનાનું બજેટ કારોબારીમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને ઇનામ : જળસંચય માટે ખાસ જોગવાઇ

સ્વભંડોળના રપ.૦૬ કરોડ સહિત બજેટનું કુલ કદ ૧૦૬૩.૯૦ કરોડ : વિકાસ કામો માટે ૭ાા કરોડ

રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી બેઠકમાં કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયા બજેટ પ્રવચન કરી રહ્યા છે. બાજુમાં ઇન્ચાર્જ ડી.ડી.ઓ. શ્રી બી.એમ. પ્રજાપતિ, ડે. ડી.ડી.ઓ. શ્રી ડી.વી. મકવાણા, હિસાબી અધિકારી એન.જે. ગોહિલ વગેરે ઉપસ્થિત છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)

રાજકોટ, તા. ૩૧ : આજે જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક આજે સવારે મીટીંગ હોલમાં અધ્યક્ષશ્રી અર્જુનભાઇ ખાટરીયાના અધ્યક્ષ સ્થાને મળેલ એજન્ડા મુજબ સને ર૦૧૭-૧૮માં સુધારેલ અંદાજો રૂ. ૧૦પપ.૬પ કરોડનું જેમાં સ્વભંડોળનું રૂ. ર૧.પ૦ કરોડનું અને સને ર૦૧૮-૧૯નું કુલ બજુુેટ રૂ. ૧૦૬૩.૯૦ કરોડનું જેમાં સ્વભંડોળનું રૂ. રપ.૦૬ કરોડનું વિકાસ લક્ષી બજેટ સામાન્ય સભાને મંજુર કરવા ભલામણ કરવામાં આવેલ. જેમાં અનેક નવી  જોગવાઇઓ કરવામાં આવેલ છે. બજેટ બેઠકમાં સભ્યો, અધિકારીઓ વગેરેના અભિપ્રાય માંગવામાં આવ્યા હતાં.

કારોબારી સમિતિના સભ્યશ્રીઓ વિપુલભાઇ ઘડુક, મનોજભાઇ બાલધા, ભાવનાબેન ભુત, અર્ચનાબેન સાકરીયા, નાનુભાઇ ડોડીયા, વજીબેન સાંકળીયા, કુસુમબેન ચૌહાણ અને રાણીબેન સોરાણી તેમજ સચિવશ્રી તેમજ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી બી.એમ. પ્રજાપતી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.વી. મકવાણા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી. ખરાડી તેમજ અન્ય શાખા અધિકારી ઉપસ્થિત રહેલ હતા. બજેટ હવે સામાન્ય સભા તરફ મોકલવામાં આવેલ છે.

ચેરમેન અર્જુન ખાટરિયાએ જણાવેલ કે રાજય સરકારની ગ્રામ્ય પ્રજા વિરૂધ્ધની નીતિ, સતત યેન કેન પ્રકારના દબાણ, લોકોપયોગી કાર્યો ન થવા દેવા જેવી અનેક સમસ્યા વચ્ચે આ સને ર૦૧૮-૧૯ માં અંદાજ પત્રમાં કારોબારી સમિતિ જરૂરી સુધારા ગ્રામ્ય પ્રજાના હિત માટે સુચવે છે. તા. ૧પ-૯-ર૦૧૬ ના રાજય સરકારનાં પરીપત્રથી સરકારે જિલ્લા પંચાયતના સ્વ. ભંડોળની રકમ ઉપર આડકતરો કામ મુકી દીધેલ છે. આવા સંજોગોમાં પણ અમે ગ્રામ્ય પ્રજાની સુખાકારી, હિત ધ્યાને લઇ આ બજેટમાં જોગવાઇ કરેલ છે. સને ર૦૧૮-૧૯ ના  વર્ષમાં કોઇ પણ વધારાના કરવેરા  નાખવામાં આવેલ નથી.

રાજકોટ જિલ્લા પંચાતનું સને ર૦૧૭-૧૮ નું સુધારેલ અંદાજ પત્ર કુલ રૂ. ૧૦પપ.૬પ કરોડનું છે તેમજ સને ર૦૧૮-૧૯ નું અંદાજ પત્ર કુલ રૂ. ૧૦૬૩.૯૦ કરોડનું છે. જેમાં સ્વભંડોળ ક્ષેત્રે કુલ ખર્ચ સને ર૦૧૭-૧૮ માં ર૧.પ૦ કરોડ અને સને ર૦૧૮-૧૯ માં રપ.૦૬ કરોડ છે. આમ ર૦૧૮-૧૯ નું અંદાજ પત્ર પુરાંતવાળુ અંદાજ પત્ર બનેલ છે.

સને ર૦૧૮-૧૯ નાં અંદાજ પત્રમાં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલ વિશિષ્ટ જોગવાઇ વાળા અંદાજપત્રની ઝલક નિચે મુજબ છે.

(૧) શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે રર લાખની જોગવાઇ રાખેલ છે.

(ર) વિકાસના કામો માટે ૭ કરોડ પ૦ લાખની જોગવાઇ રાખેલ છે.

(૩) મોડલ ગ્રામ પંચાયત માટે રપ લાખની જોગવાઇ રાખેલ છે.

(૪) પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા માટે ૧૦ લાખની જોગવાઇ રાખેલ છે.

(પ) મોડલ આંગણવાડી માટે રપ લાખની જોગવાઇ રાખેલ છે.

(૬) સુધારેલ ખેતી પદ્ધતિ માટે સમૂહલક્ષી સહાય માટે ૧૦ લાખની જોગવાઇ રાખેલ છે.

(૭) ખેતી સુધારણા ક્રાંતિ શિબિર માટે ૧૧ લાખની જોગવાઇ રાખેલ છે.

(૮) રખડતા/ભટકતા/ઇજાગ્રસ્ત /બીમાર ઢોરને ગૌશાળા/પાંજરાપોળ મોકલવા તેમજ મરામત અને નિભાવણી માટે ૧૦ લાખની જોગવાઇ રાખેલ છે.

(૯) તળાવો/બંધારા/નહેરોના કામો માટે ૧પ લાખની જોગવાઇ રાખેલ છે.

(૧૦) વરસાદી પાણીના સંગ્રહ માટેના કામો માટે રપ લાખની જોગવાઇ રાખેલ છે.

(૧૧) મહિલા રોજગારી/ઉત્કર્ષ/તાલીમ માટે ૧૧ લાખની જોગવાઇ રાખેલ છે.

(૧ર) પશુ સંવર્ધન માટે ૧પ લાખની જોગવાઇ રાખેલ છે.

(૧૩) પશુ ખાણદાણ સહાય માટે પ લાખની જોગવાઇ રાખેલ છે.

(૧૪) સ્મશાન ખાટલા માટે ર૦ લાખની જોગવાઇ રાખેલ છે.

બજેટની મુખ્ય જોગવાઇ

* મોડેલ ગ્રામ પંચાયતો માટે રપ લાખ

* શાળાઓમાં પીવાના પાણી માટે ૧૦ લાખ

* મોડેલ આંગણવાડી માટે રપ લાખ

* ખેતી સુધારણા શિબિર માટે ૧૧ લાખ

* રખડતા-ભટકતા, બિમાર ઢોર માટે   ૧૦ લાખ

* વરસાદી પાણીના સંગ્રહ માટે રપ લાખ

* સ્મશાન ખાટલા માટે ર૦ લાખ

(4:14 pm IST)