Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

રૂચિ-સોયામાં હજુ પણ તપાસ ચાલુઃ રપ૦ કરોડ ઉપરની ટેક્ષ ચોરી હોવાનો નિર્દેશ

જીએસટી બાદ ડે.કમિશ્નર લાડૂ મોરનું જબરૂ સફળ ઓપરેશન...

રાજકોટ તા. ૩૦ :.. જામનગર-ગાંધીધામમાં વિખ્યાત રૂચિ સોયા ગ્રુપના ત્રણ યુનિટો-કંપની ઉપર રાજકોટ વેટના દરોડામાં જબરી સફળતા હાંસલ થયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

જીએસટી બાદ ડીવીઝન-૧૧ ના ડે. કમિશ્નર શ્રી લાડૂમોરના માર્ગદર્શન હેઠળ રૂચિ સોયા જૂથ ઉપર જીએસટીની ટીમો દ્વારા દરોડા પડાયા હતાં.

આજે સતત ત્રીજા દિવસે પણ દરોડા - તપાસ એકધારી ચાલુ હોવાનું ડે. કમિશ્નર શ્રી લાડૂમોરે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું.

તેમણે જણાવેલ કે કંપનીમાં  વેરા શાખા બીલ સહિતની બાબતો સંર્દભે રપ૦ કરોડ ઉપરની  ગેસ ચોરી મળી આવવાની શકયતા છે, તપાસ ચાલુ છે, વધુ વિગતો સાંજ બાદ જાહેર થઇ શકે છે. (પ-ર૬)

(9:12 am IST)