Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટમાં મુખ્યમંત્રીના રોડ શો વખતે પ્રવેશબંધીનાં પોલીસ કમિશનરના જાહેરનામામાં લોકોને અગવડ ન પડે એ માટે ફેરફાર કરાયો

રોડ શો જે જ્ગ્યાએથી પસાર થશે તેટલા સમય માટે જ રોડ બંધ કરવામાં આવશે: એસીપી આર.વી. મલ્હોત્રા

રાજકોટઃ 31મી ડિસેમ્બરના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રીનો રાજકોટ શહેર ખાતે રોડ શો યોજાયો હોઈ એરપોર્ટથી, એરપોર્ટ ફાટકથી જુની.એન.સી.સી ચોકથી, મેયર બંગલા, કિશાનપરા, જિલ્લા પંચાયત ચોક સુધી, રેસકોર્ષ રીંગ રોડની અંદરની સાઈડનો રોડ તથા જીલ્લાપંચાયત ચોકથી યજ્ઞીક રોડ, ડી.એચ કોલેજ સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવેલ છે. આ રોડ શો માટે આ રૂટ ઉપર પોલીસ કમિશનરશ્રી દ્વારા પ્રવેશ બંધ અને નો પાર્કીંગ માટે સવારે ૦૯/૦૦ થી બપોરના ૧/૦૦ સુધીનુ જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. પરંતુ જાહેર જનતાને અગવડતા ન પડે અને સરળતાથી આવન જાવન કરી શકે તે માટે જયારે રોડ શો શરૂ થાય ત્યારે રોડ શો જે જ્ગ્યાએ પસાર થાય તેટલા સમય માટે જ રોડ બંધ કરવામાં આવશે જે અંગે જાહેર જનતાએ નોધ લેવા વી. આર. મલ્હોત્રા (મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફીક શાખા રાજકોટ શહેર)ની યાદીમાં જણાવાયું છે.

(10:22 pm IST)