Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

નારકોટીકસ ડ્રગ્સ ડીટેકશન કીટ આધારે નશો કરેલા ત્રણ શખ્સો વિરૂધ્ધ રાજકોટ શહેર એસઓજી શાખાની કાર્યવાહી: પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ ટી.બી. પંડ્યા અને ટીમની કાર્યવાહી

રાજકોટ:  શહેરમા નારકોટીકસ પદાર્થની હેરાફેરી કે વેચાણ કરતા અને અસામાજીક પ્રવૃતિ આચરનારા કે આ પ્રકારના નારકોટીકસ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા કે તેનું સેવન કરતા ઇસમો વિરુધ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અંતગત કાયૅવાહી કરવા સુચના મળી હોઇ શહેર એસ.ઓ.જી. શાખાની અલગ-અલગ ચાર ટીમો બનાવી નારકોટીકસ ડ્રગ્સ ડીટેકશન કીટ વડે રાજકોટ શહેરમાં અલગ-અલગ પોસ્ટે વિસ્તારોમાં શંકાસ્પદ જણાતા શખ્સોનું ડ્રગ્સ ડીટેશકન કીટ વડે તેઓએ કોઇ ડ્રગ્સનું સેવન કરેલ છે કે કેમ તેની ચકાસણી કરતા ત્રણ શખસોનું નારકોટીકસ ડ્રગ્સ કીટેકશન કીટમાં પરીણામ હકારાત્મક જણાતા તેઓ ત્રણેય વિરુધ્ધ ધોરણસરની કાયૅવાહી કરી સીવીલ હોસ્પીટલ, રાજકોટ ખાતે તેઓના બ્લડ સેમ્પલ લેવડાવી પુથથકરણ અર્થે એફએસએલ ગાંધીનગર મોકલવા તજવીજ કરવામાં આવશે તથા ગાંધીનગર ખાતેથી બ્લડ સેમ્પલનો અહેવાલ આવ્યે આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ કામગીરી  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી.બસીયા તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. આર.વાય.રાવલની રાહબરીમાં પીએસઆઇ ટી.બી.પંડયા તથા એએસઆઇ રવિભાઇ વાક, હેડકોન્સ. મોહીતસિહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. રણછોડભાઇ આલ સહિતે કરી છે.

(9:45 pm IST)