Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ સામેથી 13 હજારના 6 બોટલ દારૂ સાથે જય પાંચાણી પકડાયો

પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી.જે.જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુનિવર્સિટી રોડ પટેલ રેસ્ટોરન્ટ સામેથી બાઇકમાં સ્કોચની રૂ. 13500ની 6 બોટલ રાખી નીકળેલા જયકુમાર ચંન્દ્રકાંતભાઇ પાંચાણી પટેલ (ઉવ.૩૪ ધંધો.-જુના મોબાઇલ ફોન રીપેરીંગરહેરવીરત્ન ચોક,શેરી નં.-૪, પંચાયત ચોક પાછળ, યુનીવર્સીટી રોડ, રાજકોટ મુળ રહે. વડાળી રોડ, કારડીયા વાસ, ભાયવાદર તા.ઉપલેટા)ને પકડી લીધો છે. દારૂ , મોબાઈલ, બાઇક મળી કુલ રૂા. ૬૫,૫૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

સીપી, જેસીપી, ડીસીપી, એ.સી.પી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી ૩૧ ડીસેમ્બર પુર્વે  શહેરમાં ઇંગ્લીશ દારૂની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઇ.-જયેશભાઇ પરસોત્તમભાઇ નિમાવત, કોન્સટેબલ- જયદિપસિંહ અજીતસિંહ બોરાણાની બાતમી પરથી 

પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેકટર વી. જે. જાડેજા,એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, જયદિપસિંહ બોરાણા, શકિતસિંહ ગોહીલ તથા કુલદિપસિંહ જાડેજા આ ધ્વારા કામગીરી કરવામા આવી છે. આરોપી પાસેથી બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલો, ૧૦૦ પાઇપર્સ ડીલક્ષ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલો કબ્જે થઈ છે.

(9:35 pm IST)