Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

હેન્ડલ લોક વગરના ત્રણ વાહનો ચોરનારા જીજ્ઞેશ અકબરીને ક્રાઇમ બ્રાંચે પડકયો

ત્રણ વાહનચોરીનો ભેદ ખુલ્યોઃ પીએસઆઇ યુ. બી. જોગરાણાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૩૦: ત્રણ બાઇક ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી જીજ્ઞેશ ઉર્ફે પટેલ રમેશભાઇ અકબરી (.૩૬ રહે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે રખડતો ભટકતો રાજકોટ)ને પકડી લઇ રૂ. ૫૫ હજારના ત્રણ વાહનો કબ્જે લીધા છે. શખ્સ હેન્ડલ લોક કર્યા વગર રાખેલા વાહનો ડાયરેકટ કરી ચોરી લેવાની ટેવ ધરાવે છે. ફેરવતાં ફેરવતાં પેટ્રોલ ખુટી જાય એટલે રેઢા મુકી દેતો હતો.

ડીસીબીના એએસઆઇ જે. વી. ગોહિલ, સી. એમ. ચાવડા, હેડકોન્સ. અભિજીતસિંહ જાડેજા અને કોન્સ. ઇન્દ્રસિંહ ગોહિલની બાતમી પરથી શખસને એક વાહન સાથે પકડી લેવાયા બાદ વધુ પુછતાછ થતાં બીજા બે બાઇકની ચોરી કબુલતાં ત્રણેય વાહન કબ્જે કરાયા હતાં.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ  યુ. બી. જોગરાણાપ પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન, કરણભાઇ મારૂ સહિતે કામગીરી કરી હત.

પકડાયેલ આરોપી રખડતો ભટકતો હોય જેથી અલગ અલગ જગ્યાએ રખડતા રખડતા જે મોટર સાયકલમાં હેન્ડલ લોક મારેલ ન હોય તેને ડાયરેકટ કરી પેટ્રોલ હોય ત્યાં સુધી ફેરવતો અને પેટ્રોલ પુરૂ થયે અવાવરૂ જગ્યાએ મુકી દઇ ફરી પાછુ બીજું વાહન ચોરી કરવાની ફીરાકમાં રખડવા લાગતો હતો. આમ અલગ અલગ જગ્યાએ રખડીને હેન્ડલ લોક કર્યા વગરના મોટર સાયકલને ડાયરેકટ કરી ચોરી કરવાની ટેવ વાળો છે. 

(9:17 pm IST)