Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

એસજીવીપી ગુરૃકુળ રીબડા (રાજકોટ) ખાતે ચાલી રહેલ મહોત્સવ પ્રસંગે યોજાયેલ મહિલા મંચ.. રીબડા ગુરૃકુળ ઈન્ટરનેશનલ સ્કૂલની બાલિકાઓ દ્વારા તલવાર રાસ

રાજકોટઃ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને ધર્મવત્સલદાસજી તેમજ વેદાન્તસ્વરૃપદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે કોરોનાકાળમાં દિવંગત થઈ ગયેલ આત્માઓના મોક્ષાર્થે ૧૫૧ સંહિતા પારાયણ ચાલી રહેલ છે ત્યારે ઉત્સવ અંતર્ગત નાગપુરના સાંખ્યયોગી હેમુબેનની નિશ્રામાં મહિલા મંચનુ આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમની શરૃઆતે સાં.યો. હેમુબેન અને પાર્ષદ સૃષ્ટિબેનને શાલ ઓઢાડી યજમાન બહેનોનું સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે સાં.યો. હેમુબેન પાર્ષદ, સૃષ્ટિબેન, ડો. સાધનાબેન, ભૂમિકાબેન દેશાઈ, નયનાબેન પટેલના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રવચન કરતા સૃષ્ટિબેને શિરવાણીયાના ગીગા ભગતની વાત કરી કે ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનને પણ ભૂલવા નહી.

આ પ્રસંગે ડો. સાધના બહેને નારી પોતાના પગભર કેમ ઉભા રહી શકે તેમજ બહેનોએ પોતાનુ રક્ષણ કેવી રીતે કરવુ ? તે વિસ્તારથી સમજાવ્યુ હતું.

આ પ્રસંગે રીબડા ગુરૃકુળ ઈન્ટરનેશનલ સ્કૂલની બાલિકાઓએ તલવાર રાસની રમઝટ બોલાવી હતી. તેમજ વાવડી, ઢોલરા અને ગોપીનાથ ગ્રુપની બહેનોએ પણ રાસની રમઝટ બોલાવી હતી.

(4:43 pm IST)