Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

એસજીવીપી ગુરૃકુળ રીબડા (રાજકોટ) ખાતે ચાલી રહેલ મહોત્સવ પ્રસંગે ૧૫૧ વિપ્રો દ્વારા વેદના મંત્ર ગાન સાથે ગાયમાતાની આરતી ઉતારી ગૌપૂજન કરાયું

રાજકોટઃ. : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને ધર્મવત્સલદાસજી તેમજ વેદાન્તસ્વરૃપદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે કોરોનાકાળમાં દિવંગત થઈ ગયેલ આત્માઓના મોક્ષાર્થે ૧૫૧ સંહિતા પારાયણ ચાલી રહેલ છે ત્યારે ઉત્સવ અંતર્ગત ગૌપૂજનનો વિશિષ્ઠ કાર્યક્રમ યોજાયો હતો. આ ગૌપૂજન પ્રસંગે સંહિતા પાઠની પારાયણ કરી રહેલા ૧૫૧ વિપ્રો દ્વારા વૈદિક મંત્ર ગાન સાથે ગાયોને ગોળ-લાડુ વગેરે ખવડાવી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આરતી ઉતારી ગૌપૂજન કર્યુ હતું.

ત્યાર બાદ વિશાળ સભાને શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ગાયમાતા, પંચગવ્ય વગેરેનું મહત્વ સમજાવ્યુ હતું. આ પ્રસંગે ગુંદાસરાના હરિભકતો તરફથી શેરડી ઉત્સવ રાખવામાં આવેલ.

(4:42 pm IST)