Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

સુશાસન સપ્તાહ ઉજવણી : આત્મીય યુનિવર્સિટી ખાતે ઇ-શ્રમ કાર્ડ, એપ્રેન્ટીસ કરાર તેમજ રોજગાર પત્ર એનાયત કરાયા

રાજકોટ : પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્ત્।ે રાજય સરકાર દ્વારા કરાઇ રહેલા સુશાસન સપ્તાહ ઉજવણીની છઠ્ઠી કડીના ભાગરૂપે આજે આત્મીય યુનિવર્સિટી, રાજકોટ ખાતે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા અને શ્રી રામ ભાઈ મોકરીયા તેમજ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઈ-શ્રમ કાર્ડ, એપ્રેન્ટીસ કરાર તેમજ રોજગાર એનાયત પત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. તે વખતની તસ્વીરો. સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે યુવાન વિદ્યાર્થીઓ તેમના ધ્યેય નિષ્ઠા અને પરિશ્રમ સાથે આગળ વધે અને નિશ્ચિત લક્ષ્ય બનાવે તો તેઓ ચોક્કસ સિદ્ઘિ પ્રાપ્ત કરી શકશે.સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારત દેશને ઉત્કૃષ્ટ બનાવવાના સપનાને પૂર્ણ કરવા માટે સરકાર શ્રમિકો ઉદ્યોગપતિઓ અને યુવાનો વચ્ચે કડીરૂપ બની સૌને લાભ મળે તે દિશામાં કામ કરી રહી છે. ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલે યુવાઓને ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ છેવાડાના માનવીને પગભર થવામાં અને યુવાનો આર્થિક રીતે સદ્ઘર બને તે દિશામાં હર હંમેશ પગલા લઇ રહી છે.  રોજગાર અધિકારીશ્રી ચેતન દવેએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ઈ શ્રમિક કાર્ડનૂ મહત્વ સમજાવી હતી તેમ જ એપ્રેન્ટીસશિપ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાઆ પ્રસંગે કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ, તાલીમ વિભાગના નાયબ નિયામક  એમ.એમ દવે, આસિસ્ટન્ટ લેબર કમિશનર આનંદ સિહોરા, ગામેતી, આઇ.ટી.આઇ.ના પ્રિન્સીપાલ , રોજગાર કચેરીના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ લાભાર્થી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

(4:02 pm IST)