Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ભાજપ લઘુમતિ મોરચા દ્વારા સમીક્ષા બેઠક

 શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મોહસીન લોખંડવાલાના અધ્યક્ષસ્થાને અને પ્રદેશ મહામંત્રી નાહિનભાઇ કાઝી, પ્રદેશ મંત્રી હારૂનભાઇ શાહમદાર અને પ્રદેશ ઉપપ્રમુખ હમીદભાઇ ગોહીલની ઉપસ્થિતીમાં લઘુમતી મોરચાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા યોજાયેલ સમિક્ષા બેઠકમાં પ્રારંભે શહેર ભાજપ લઘુમતી મોરચાના વોર્ડ નં. ૬ના મહામંત્રીના અકસ્માતના નિધન અંતર્ગત બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં સંચાલન શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફભાઇ સલોત, સ્વાગત પ્રવચન પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી હારૂનભાઇ શાહમદાર અને અંતમાં આભારવિધિ શહેર ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ યાકુબભાઇ પઠાણએ કરેલ હતી. બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી વાહીદભાઇ સમા અને રાજુભાઇ દલવાણીએ સંભાળી હતી. આ બેઠકમાં લઘુમતી મોરચાના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપતા પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મોહસીન લોખંડવાલા, પ્રદેશ મહામંત્રી નાહિનભાઇ કાઝી, પ્રદેશ મંત્રી હારૂનભાઇ શાહમદાર અને પ્રદેશ હમીદભાઇ ગોહીલે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિનો વિજય થાય એ માટે મોરચાના પ્રત્યેક કાર્યકર્તાઓ પરીશ્રમની પરાકાષ્ઠા સર્જે અને કાર્યકર્તાઓ દ્વારા પરીણામલક્ષી કામગીરી થાય તે માટે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડેલ. 

(4:02 pm IST)