Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

સુશાસનમાં ગુજરાતને પ્રથમ સ્થાન અપાવનાર ભુપેન્દ્રભાઇ અભિનંદનના અધિકારીઃ રાજુ ધ્રુવ

મુખ્યમંત્રીને આવકારતાં ભાજપના આગેવાનો-હોદેદારો-ધારાસભ્યો-પદાધિકારીઓ

રાજકોટ, તા., ૩૦: સુશાસન સપ્તાહના સમાપન સમારોહની પુર્ણાહુતીમાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ આવી રહેલા ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સુકાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ ઉમળકાભેર આવકાર આાપ્યો છે.

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમત્ત્।ે તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુશાસન સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે અને આ સપ્તાહના સમાપન સમારોહ માટે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે જ સુશાસનની કોમ્પિટિટિવ રેન્કમાં ગુજરાત દેશભરમાં અગ્રસ્થાને આવ્યું છે તે બદલ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

શ્રી રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે સુશાસન એ સ્વરાજ સમયથી નાગરિકોની ઝંખના હતી. આઝાદી મળી ત્યારથી દેશને સ્વરાજ મળ્યું હતું પરંતુ સુરાજ નહીં. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીએ સુરાજની વ્યાખ્યા કરી હતી. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક આયામોમાં સુશાસનની કલ્પના દેશ સમક્ષ પ્રસ્તુત કરી છે.

શ્રી રાજુભાઈ ધ્રુવે એમ પણ કહ્યું છે કે ,દેશના તમામ રાજયો વચ્ચે થયેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. ગુજરાતે દસમાંથી પાંચ ક્ષેત્રો ઇકોનોમિકલ ડેવલોપમેન્ટ, માનવ સંસાધન વિકાસ, સાર્વજનિક બુનિયાદી માળખું અને ઉપયોગિતા, સમાજ કલ્યાણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષામાં ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું છે.

પ્રદેશ ભાજપ આગેવાનો

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમનું ઐતિહાસિક સ્વાગત કરવા માટે પ્રજામાં ઉત્સાહ જોવા મળી રહયો છે તેવું પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ  વિનોદભાઈ ચાવડા , પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,  પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ ઉદયભાઈ કાનગડ,  જીલ્લા પ્રભારીશ્રીઓ નીતિનભાઈ  ભારદ્વાજ,  કશ્યપભાઈ  શુકલ, રક્ષાબેન બોળીયા  એ જણાવ્યુ છે.

આ આગેવાનોએ જણાવ્યુ છે કે,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈની કામ કરવાની શૈલી અલગ જ છે અને તેઓ દૂરંદેશી નીતિ અપનાવી વિકાસકાર્યો કરી રહ્યા છે. ગુજરાતને વિકાસના શિખરે પહોચાડવાની નેમ ધરાવતા ભૂપેન્દ્ર્ભાઇ પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમણે મીઠો આવકારો આપવા માટે રાજકોટની પ્રજામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મુખ્યમંત્રીના સ્વાગત માટે રોડ શો યોજવામાં આવ્યો છે અને આ રોડ શોના સમગ્ર રુટ ઉપર લોકો ફૂલ સાથે ઊભા રહીને મુખ્યમંત્રી ઉપર પુષ્પવર્ષા કરશે. અલભ્ય ક્ષણના સાક્ષી બનવા માટે રાજકોટવાસીઓને જાહેર આમંત્રણ છે. તેઓએ લોકોને જયારે મુખ્યમંત્રી તેમની પાસેથી પસાર થાય ત્યારે પુષ્પવર્ષા કરવા અથવા તાલીઓથી વધાવવા અનુરોધ કર્યો છે.

શહેર ભાજપ

ગુજરાતનાં લોકલાડીલા અને નીડર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૩૧ મીને શુક્રવારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત માટે રાજકોટ ભાજપના કાર્યકરોમા જોરદાર થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને ભાજપના મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી,  નરેન્દ્ર્સિંહ ઠાકુર અને કિશોરભાઇ રાઠોડે એક નિવેદનમાં જણાવ્યુ છે કે, મુખ્યમંત્રીનું સ્વાગત અને રોડ શોને ભવ્ય બનાવવા માટે ભાજપના કાર્યકરોની ટીમ કામે લાગી ગઈ છે.

આ આગેવાનોએ જણાવ્યુ છે કે  ભાજપ જ નહીં પરંતુ રાજકોટની જનતામાં પણ મુખ્યમંત્રીની ઝલક નિહાળવા માટે ઉત્સુકતા જોવાં મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલના સ્વાગત માટે ઠેર ઠેર બેરીકેડ ઊભી કરવામાં આવી છે અને રાજકોટની જનતા રોડની બંને સાઈડ ઊભા રહીને મુખ્યમંત્રીને નિહાળી શકશે.

આ સમગ્ર કાર્યક્ર્મને આખરી ઓપ આપવા માટે ભાજપના તમામ વોર્ડના કાર્યકરો, જુદા જુદા સેલના હોદેદારો, આગેવાનો અને અન્યો કામે લાગી ગયા છે અને મુખ્યમંત્રીની રાજકોટની મુલાકાતને અવિસ્મરણીય બનાવવા માટે થનગની રહ્યા છે. આ આગેવાનોએ પ્રજાને રાજય સરકાર ની કોરોનાની ગાઈડલાઇનનું  પાલન કરી માસ્ક પહેરીને રોડ શોમાં ઉપસ્થિત રહેવા  રાજકોટ શહેર ભાજપના પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર, ભાજપના શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મહામંત્રીઓ જીતું કોઠારી૪ કિશોર રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુરએ  હાકલ કરી છે.

ધારાસભ્યો

એ સુશાસન સપ્તાહના પૂર્ણાહુતિ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઇ પટેલનું રાજકોટની પ્રજાએ ભવ્ય સ્વાગત કરીને તેમના પ્રત્યેનો ઋણ સ્વીકાર કરવો જોઈએ તેવો અનુરોધ રાજય ના મંત્રી અરવિંદભાઈ રૈયાણી,  સંસદસભ્યો મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા સહીત ના અગ્રણીઓ એ કરેલ હતો.

ઉપરોકત આગેવાનોએ એક નિવેદનમા જણાવ્યુ છે કે,  છેલ્લા ૧૦૦ થી વધુ દિવસોના શાસનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઇ પટેલે અનેક લોકભોગ્ય નિર્ણયો લીધા છે અને પ્રજાને અનેક સવલતો આપી છે. રાજય સરકાર કોરોના જેવી મહામારી સામે પણ લડી રહી છે અને ઓમીક્રોનના ખતરા સામે પણ આયોજન સાથે કામ કરી રહી છે. આવા પ્રજાભિમુખ મુખ્યમંત્રી રાજકોટ પહેલી વાર આવી રહ્યા હોઈ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે રાજકોટ શહેર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારની પ્રજાએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવું જોઈએ તેવી અપીલ કરેલ છે.

ધનસુખ ભંડેરી

સુશાસનના આગ્રહી અને રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ તા. ૩૧ મીએ સવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોઇ તેમના સ્વાગત માટે રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મ્યનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી એક યાદીમાં લોકોને અને ખાસ કરીને યુવા વર્ગને મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉમટી પાડવા માટે અપીલ કરી છે.

આ ઉપરાંત ભાજપના અન્ય હોદેદારો કિરણબેન હરસોડા, લલીત વાડોલીયા, અસીફ સલોત, યાકુબભાઇ પઠાણ વગેરે તમામ મોરચાના કાર્યકરોને ઉમટી પડવા અપીલ કરી છે.

ભાજપ અને અનુજાતી મોરચો

  રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ શુક્રવારે સવારે ૯ વાગ્યે  રાજકોટની સર્વ પ્રથમ મુલાકાતે આવી રહ્યા હોવાથી તેમના સ્વાગત માટે જોરદાર તૈયારી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ રાજકોટ આવી પહોચ્યા બાદ એરપોર્ટ રોડથી યાજ્ઞિક રોડ ઉપર ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે કાર્યક્રમના સ્થળ સુધી રોડ શો કરવાના છે ત્યારે આ રોડ શોમાં લોકોને ઉમટી પાડવા માટે શહેર ભાજપ અનુ. જાતી મોરચા ના પ્રભારી  મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારધી, વજુભાઈ લુનાશીયાએ અપીલ કરી છે.

(3:58 pm IST)