Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટમાં ''ફ્રીડમ ૨ વોક એન્ડ સાયકલ'' ચેલેન્જનું આયોજન

આ સ્પર્ધા ૧ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી સુધી યોજાશે : રાજકોટ સહિત દેશના ૭૫ થી વધુ સ્માર્ટ સીટી જોડાશે : આ ચેલેન્જમાં સૌથી વધુ નાગરીક જોડનાર શહેરનું કેન્દ્ર દ્વારા સન્માન કરાશે

 રાજકોટ,તા.૩૦ : કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA)  હેઠળના સ્માર્ટ સિટીઝ મિશન  દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ ૦૧ જાન્યુઆરીથી તારીખ ૨૬જાન્યુઆરી સુધીના સમયગાળા દરમ્યાન ''ફ્રીડમ ૨ વોક એન્ડ સાયકલ'' ચેલેન્જનું આયોજન કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત સમગ્ર દેશના ૭૫થી વધુ સ્માર્ટ સિટી ભાગ લઇ રહ્યા છે, તેમ માન. મેયરશ્રી ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન  પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન  પરેશભાઈ પીપળીયાએ જાહેરાત કરી છે.

આ ચેલેન્જના ભાગ રૂપે નિર્ધારિત સમયગાળામાં જે પણ શહેરમાંથી સૌથી વધુ નાગરિકો આ ચેલેન્જમાં ભાગ લેશે તે શહેરને કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ ચેલેન્જના ભાગરૂપે નાગરિકો નીચે જણાવેલ લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને  તારીખ ૦૧ થી તારીખ ૨૬ સુધી વોકિંગ અથવા સાયકલિંગ કરીને પોતાનું યોગદાન આપવાનું રહેશે.

ભાગ લેવા માટે

વોકિંગ ચેલેન્જમાં ભાગ લેવા માટેની લિંક :

https://www.allforsport.in/challenges/challenge/50e21374-5f2a-11ec-9eaf-8b4ae20ce2d7

સાયકલિંગ ચેલેન્જમાં ભાગ લેવા માટેની લિંક :

https://www.allforsport.in/challenges/challenge/59ed606c-5f2b-11ec-a227-0ba2cd7c9d96

(3:56 pm IST)