Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટની સમસ્યા અને પ્રશ્નો ઉકેલોઃ કાલે મુખ્યમંત્રીને વિપક્ષી નેતા કરશે રજૂઆત

ભુપેન્દ્રભાઇને મળવા માટે સમય માંગતાં ભાનુબેન સોરાણી

રાજકોટ તા. ૩૦ :.. શહેરમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવી રહ્યા છે. ત્યારે તેઓને રૂબરૂ મળી અને રાજકોટની વિવિધ સમસ્યાઓ તેમજ પ્રશ્નો ઉકેલવાની  રજૂઆત - વિપક્ષી નેતાં ભાનુબેન સોરાણી કરશે.રાજકોટ મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ રાજકોટ કલેકટરને લેખિતપત્ર પાઠવી જણાવ્યું છે કે આવતીકાલે તા૩૧ ના શુક્રવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમો માટે આવનાર હોય ત્યારે રાજકોટ શહેરના સાંપ્રત પ્રશ્નો, ગંભીર સમસ્યાઓ અને અણઉકેલાયેલ ફરીયાદો અંગે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને હિતાર્થે ચર્ચા વિચારણ અને રજુઆત કરવાના હોય જેથી કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળને મુખ્યમંત્રી સાથે મળવા માટેનો સમય ફાળવવા અનુરધ છે. 

(3:55 pm IST)