Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ઇન્કમટેકસના કાયદા હેઠળ ઓનલાઇન કેસલેસ સહિતના કાર્યો પર પડતી મુશ્કેલીઓ અંગે ૬ જાન્યુ.એ ઓપન હાઉસ

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેકટીશનર, ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ રાજકોટ અને રાજકોટ કન્સલ્ટન્ટ સોસાયટી દ્વારા આયોજન : ઇન્કમટેકસના અધિકારીઓ રવિન્દ્રકુમાર બનવારીલાલ મીણા સહિતના ઉપસ્થિત રહેશે

રાજકોટઃ તા.૩૦, ગ્રેટર રાજકોટ ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓલ ઇન્ડિયા ઓફ ટેક્ષ પ્રેકટીશનર ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ રાજકોટ બ્રાંચ તથા રાજકોટ ટેક્ષ કન્સલ્ટન્ટ સોસાયટી દ્વારા  તા.૬ જાન્યુઆરીના રોજ ઇન્કમટેકસ કાયદા હેઠળ ઓનલાઇન ફેસલેસ વગેરે કાર્ય અંગે પડતી મુશ્કેલીઓ બાબતે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવેલ છે.

સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે આ સંસ્થા છેલ્લા ૨૦ વર્ષથી સક્રિય રીતે વેપાર ઉદ્યોગના પ્રશ્નોની રજુઆત દ્વારા ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહેલ છે. તેમજ વેપાર ઉદ્યોગના વિકાસ અર્થે જુદા જુદા વિષયે સેમીનારો તથા વેપારી ડેલીગેશનો સાથે વાર્તાલાપના કાર્યક્રમો યોજે છે અને તે દ્વારા પ્રવર્તમાન સંજોગોમાં વેપાર ઉદ્યોગના ઇન્કમટેક્ષ કાયદા હેઠળ ઓનલાઇન કરવામાં આવતી પ્રકિયા દરમિયાન પડતી મુશ્કેલીઓ તેમજ ટીડીએસ, ટીસીએસ, વગેરેના રીફંડ મેળવવામાં પડતી મુશ્કેલી અને ઇન્કમટેક્ષ એસેસમેન્ટ અંગે દાખલ કરેલ નવી પધ્ધતી અનુસાર ફેસલેસ એસેસમેન્ટની કાર્યવાહીમાં ઉભી થતી ઇન્કવાયરીઓનું નિરાકરણ કરવા અંગે ચર્ચા વિચારણા કરવા તથા જે-તે વિષયના અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા આ ખુલ્લા મંચનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને મુખ્ય મહેમાન તરીકે શ્રી રવિન્દ્રકુમાર (આઇઆરએસ), પ્રીન્સીપાલ ચીફ કમીશ્નર ઓફ ઇન્કમટેકસ, ગુજરાત અમદાવાદથી તથા અતિથી વિશેષ તરીકે સીઆઇટી ઓફીસ ઓફ સીપીસી બેંગ્લોર તેમજ સીઆઇટી ઓફીસ ટીડીએસ વૈશાલી ગાઝીયાબાદ અને સીઆઇટી ઓફીસ ફેસલેસ એસેસમેન્ટ અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. તસ્વીરમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી ધનસુખભાઇ વોરા, રાજીવભાઇ દોશી ઉપપ્રમુખ, ઇશ્વરભાઇ બ્રાંભોલીયા માનદમંત્રી, સંજયભાઇ મહેતા માનદ સહમંત્રી, રમેશભાઇ ઝાલાવડીયા નિયામક, સુનીલભાઇ ચોલેરા નિયામક, સીએ હાર્દિક વ્યાસ ચેરમેન આઇસીએઆઇ, અને એડવોકેટ રાજુભાઇ માણેક પ્રમુખ આરટીએસસી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)