Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

આયુષ્માન હોસ્પિટલના ત્રીજા વર્ષમાં પ્રવેશ નિમિતે જાન્યુઆરીમાં વિવિધ રોગો માટે ફ્રી નિદાન-રાહત દરે સારવાર

રાજકોટઃ આયુષ્માન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ત્રીજા વર્ષના પ્રવેશ નિમિતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયાનું ડો. પ્રવિણ કાનાણી, ડો. જયેશ વાગડીયા, ડો. પ્રકાશ માદાણી, ડો. ધવલ સુરાણી, ડો. બંસી મણવર, ડો.મેઘા મણવર, ડો. ધવલ અજમેરા , ડો. મોહિત વસોયાએ જણાવ્યું છે.

 આયુષ્માન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આગામી જાન્યુઆરી માસના ચાર અઠવાડિયા દરમિયાન વિવિધ વિભાગના ડોકટરો દ્વારા ફ્રી નિદાન તેમજ રાહતદરે ઓપરેશન, ટુડીઇકો , લેબોરેટરી, મેડિકલ, એકસ - રેની સેવા અપાશે.   આ અંતર્ગત  તા. ૩ જાન્યુઆરી, સોમવારથી ૮ જાન્યુઆરી, શનિવાર દરમિયાન ડો. પ્રવિણ કાનાણી (લેપ્રોસ્કોપી સર્જન), ડો.જયેશ વાગડીયા (જનરલ સર્જન), ડો. પ્રકાશ માદાણી (સ્ત્રી રોગ નિષ્ણાંત ) દ્વારા ફ્રી નિદાન તેમજ રાહતદરે ઓપરેશન.

 તા. ૧૦. જાન્યુઆરી, સોમવારથી ૧૫ જાન્યુઆરી, શનિવાર દરમિયાન ડૉ. ધવલ સુરાણી ( ટી.બી. ચેષ્ટ), ડો. બંસી મણવર (બાળરોગ નિષ્ણાંત), ડો.મેઘા મણવર (વાળ રોગના નિષ્ણાત ) દ્વારા ફ્રી નિદાન તેમજ રાહત દરે હેર ટ્રાન્સપ્લાન્ટ , તા. ૧૭ જાન્યુઆરી, સોમવાર થી ૨૨ જાન્યુઆરી, શનિવાર, દરમિયાન ડો. ધવલ અજમેરા (ગંભીરરોગ નિષ્ણાંત ) દ્વારા રાહત દરે ટુડી ઇકો, બી.પી.  ડાયાબીટીસ, થાઇરોઈડના દર્દીઓ માટે ફ્રી નિદાન તા. ૨૪ જાન્યુઆરી, સોમવારથી ૨૯ જાન્યુઆરી શનિવાર દરમિયાન ડો. મોહિત વસોયા ( હાડકા તથા સાંધાના રોગના નિષ્ણાંત ) દ્વારા ફ્રી નિદાન તેમજ રાહત રાહતદરે ઓપરેશન કરી અપાશે. દર્દીઓએ ઉકત સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ પત્રકાર પરિષદનું આયોજન જીલ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ મીડીયાના નિલેશ શીંશાગીયા દ્વારા કરવામાં આવ્યું હતુ. 

(3:52 pm IST)