Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

શનિવારે ભીમા કોરેગાંવ જંગ શૌર્ય દિવસઃ પુષ્પાંજલી-રેલી

ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી કર્યા બાદ રેલીનો થશે પ્રારંભઃ સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે યુવા ભીમ સેના દ્વારા આયોજન

રાજકોટઃ તા.૩૦, આગામી તા.૧ જાન્યુઆરીના યુવા ભીમસેના અને બહુજન સમાજના સંગઠનો તેમજ ભીમા કોરેગાંવ જંગ શૌર્ય દિવસ નિમિતે ભવ્ય શૌર્યયાત્રાનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. આ શૌયયાત્રામાં તમામ બહુજન સમાજના બિનરાજકીય સંગઠનો, મંડળો, ભીમ સૈનીકો, આગેવાનો હાજર રહેશે.ૃ

યુવા ભીમ સેનાના આગેવાનોએ જણાવેલ કે મહારાષ્ટ્રના પુના શહેરની નજીક ભીમા નદીના તટ વિસ્તારમાં આવેલ ભીમા કોરેગાંવમાં સને ૧૮૧૮ના જાન્યુઆરી મહિનાની ૧લી તારીખે થયેલુ વિશ્વ એકમાત્ર યુધ્ધ કે જેમાંથી બહુજન સમાજની પુનઃઉન્નતીનો અને પુનઃ નિર્માણનોક પાયો નખાયો જેમના ૨૦૪ વર્ષની પુર્ણાવૃતિના અનુસંધાને આ મહાન ઐતિહાસીક દિવસ યાદગાર બની રહે તે ઉદેશ્યથી તથા ઉજવણીના ભાગરુપે તેમજ બહુજનોના ભવ્ય સાંસ્કૃતિક વારસાથી લઇને પુનઃઉન્નતી તેમજ આજના સાંપ્રત સમયના અનુસંધાને ૫૦૦ મહાર સૈનિકો દ્વારા ૨૮૦૦૦ પેશવા સૈનિકોની હારનો દિવસ એટલે ભીમા કોરેગાંવ જંગ/તલવારથી કલમ સુધીની ક્રાંતિની જીતની ઐતિહાસીક ભવ્ય યાદગીરીની ઝલક જોવા માટે આ  વિશાળ તેમજ ભવ્ય રેલીનો પ્રારંભ આંબેડકરનગર શેરી નં.૫માં ડો.બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરીને ડો. આંબેડકર સર્કલ ૧૫૦ ફુટ રીંગ રોડથી મવડી ચોકડીથી, મવડી ફાયરબ્રિગેડ રોડથી, ડો. આંબેડકર ચોક (રાજનગર) બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરીને નાના મૌવા ચોકથી,  ભીમનગર ચોકથી મોટા મોવાના કણકોટ બૌધ્ધ વિહારે તથાગત બુધ્ધ અને બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલીનું સમાપન કરવામાં આવશે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે.

તસ્વીરમાં યુવાભીમ સેનાના આગેવાનો ડી.ડી. સોલંકી, રમેશભાઇ મુછડીયા, સમીર બાબરીયા, જાગૃતિબેન પરમાર, નરેશભાઇ પરમાર, પ્રવિણભાઇ પરમાર, મુકેશભાઇ દાફડા, પ્રકાશભાઇ સિંઘવ, કરશનભાઇ મુછડીયા, માવજીભાઇ રાખશીયા, નરેશભાઇ બગડા, અશોકભાઇ સાગઠીયા, જયસુખભાઇ સોલંકી, રમેશભાઇ માકડીયા નજરે પડે છે. 

(3:51 pm IST)