Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

તુરી બારોટ સમાજના કલાકારો વંશ પરંપરાગત વાદ્યો દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરાશે : પુષ્પગુચ્છથી સ્વાગત

રાજકોટ : ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ સૌપ્રથમ વખત રાજકોટ શહેરમાં આવી રહ્યા હોય જે અંગે રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય અતિ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવેલ હોય જે કાર્યક્રમમાં રાજકોટ શહેર તુરી બારોટ સમાજ દ્વારા એરપોર્ટ ખાતે તુરી બારોટ સમાજના કલાકારો દ્વારા પોતાના વંશપરંપરાગત વાદ્યો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવશે. ભવ્ય રોડ શો દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ ખાતે સ્ટેજ નં.૧૫ તુરી બારોટ સમાજના ભાઈઓ બહેનો દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સમગ્ર તુરી બારોટ સમાજના ભાઈઓ-બહેનો જોડાશે તેમ આજરોજ તુરી બારોટ સમાજ રાજકોટ ખોડાભાઈ બારોટ, માધાભાઈ બારોટ, જયસુખ બારોટ, રણધીરભાઈ બારોટ, હરીભાઈ બારોટ, દીપકભાઈ બારોટ, કમલેશભાઈ બારોટ, અલ્પેશભાઈ બારોટ વિ. યાદીમાં જણાવેલ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(

(3:08 pm IST)