Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

સગીરાનું અપહરણ કરી દુષ્કૃત્ય આચરવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન નામંજુર

રાજકોટ, તા. ૩૦ : સગીરાનું અપહરણ કરી દુષ્કૃત્ય કરવાના ગુન્હામાં આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧-૧૦-ર૦ર૧ ના રોજ રાજકોટ તાલુકા ગામના વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી લઇ જઇ દુષ્કૃત્ય ગુજારનાર આરોપી શીવમ ઉર્ફે શીવ રાજકુમાર નામદેવ રહે. મધ્યપ્રદેશ વાળાએ જેલમાંથી જામીન ઉપર છુટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી.

સરકાર તરફે સરકારી વકીલે હાજર થઇ જામીન અરજીની વિરોધ્ધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધ્ધી ગુન્હો છે અને આવા ગુન્હા સમાજમાં દિનપ્રતિદિન ખુબ જ વધતા જાય છે જો આવા આરોપીને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે તેથી જામીન અરજી રદ કરવા દલીલ કરેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજશ્રી કે.ડી. દવે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા. 

(3:07 pm IST)